પહેલી વખત તાપસી બનશે ગુજરાતી છોરી, કચ્છની સિંહણ ‘રશ્મિ રોકેટ’નો ફર્સ્ટ લૂક રિલીઝ

તાપસી પન્નુ ફરી એકવાર મોટા પર્દા પર એક ખેલાડીની ભુમિકામાં જોવા મળશે. બેબી, નામ સબાના જેવી ફિલ્મોમાં જોરદાર એક્શન અને સુરમા ફિલ્મમાં હોકી ખેલાડી તરીકે જોવા મળેલી તાપસી હવે મહિલા દોડવીર બનેલી જોવા મળશે. તાપસી પન્નુએ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ના લુક પરથી આખરે પડદો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેણે ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.

RSVP પ્રોડક્શન બેનર હેઠળ આવનારી આ ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં તાપસી એક મહિલા દોડવીરના રોલમાં જોવા મળવાની છે. મોટી વાત એ છે કે પહેલીવાર તાપસી પન્નુ એક ગુજરાતી છોકરીનો રોલ કરતી જોવા મળી રહી છે. તાપસીએ ફર્સ્ટ લુકનું મોશન પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું કે, ‘ઓન યોર માર્ક્સ…ગેટ સેટ…’

 

 

મોશન પોસ્ટરમાં કચ્છનું સફેદ રણ અને પતંગો ઊડતી દેખાય છે. બેકગ્રાઉન્ડમાં ગુજરાતી લોકગીત સંભળાય છે. ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં તાપસી રશ્મિનું કેરેક્ટર પ્લે કરવાની છે. નેશનલ સ્પોર્ટ્સ ડેના રોજ તાપસીનો આ ફર્સ્ટ લુક રિલીઝ કરાયો હતો. આ સ્ટોરી કચ્છની રશ્મિ નામની છોકરીની છે. કઈ રીતે ગામના લોકો તેને રોકેટ કહીને બોલાવતા હતા. જ્યારે તેને પોતાનો હુન્નર દેખાડવાનો મોકો મળે છે ત્યારે તેને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

(Visited 15 times, 1 visits today)