શાહરુખનો ભાંડો ફૂટ્યો! બોલિવૂડ સિવાય રેલવે સ્ટેશન પર હતું કેટલીય છોકરીઓ સાથે અફેર

બોલિવૂડમાં રોમાંસની વાત આવે એટલે બધાનાં મોઢાં પર એક જ નામ હોય કે શાહરૂખ ખાન. ફિલ્મ જગતમાં શાહરૂખને રોમાંસનો બાદશાહ કહેવામાં આવે છે. પોતાનાં રોમાંસ સાથે જોડાયેલ એક કિસ્સો હાલમાં જ શાહરૂખે ઈવેન્ટમાં કહ્યો હતો. તેણે કબુલ્યું કે તેણે રેલવે સ્ટેશન પર કેટલીય યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે. શુક્રવારે શાહરૂખ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. બાંદ્રા રેલવે સ્ટેશનનાં 130 વર્ષ પુરા થયા અની ખુશીમાં ત્યા નવા પોસ્ટલ લ સ્ટાંપ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઈવેન્ટમાં શાહરૂખ ચીફ ગેસ્ટ તરીકે પહોંચ્યાં હતા. મીડિયા સાથે વાત કરતા બાદશાહે બધા ખુલાસા કર્યા હતા.

શાહરૂખે પોતાનાં દિવસો યાદ કરતા કહ્યું કે, આ ઈવેન્ટનો હિસ્સો બનીને હું ખુબ ખુશ છું. કારણ કે આ રેલવે સ્ટેશન પર બે ઘણી યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે. બસ માત્ર આ બાદ્રાં રેલવે સ્ટેશન જ રહી ગયું હતું કે જ્યાં હું નહોતો આવ્યો. મને અહીં બોલાવવા બદલ હું આપનો શુક્રગુજાર છું. શાહરૂખ ક્યારેક પોતાની ફિલ્મોનાં કારણે તો ક્યારેક તેના બેબાક બયાનોનાં કારણે ચર્ચામાં રહેતો હોય છે. તેણે અક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે તે એક એક્શન ફિલ્મ કરવા માગે છે.

(Visited 5 times, 1 visits today)