ખુબજ સફળ રહેલી અને દર્શકોના માનસપટ પર કાયમ અંકીત થયેલી એવી ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ તો યાદ જ હશે ને? આ ફિલ્મ કરણ જૌહરે એવી બનાવી હતી કે આજે પણ શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવે છે. હાલ જ્યાં જુઓ ત્યાં રીમેકનો જમાનો છે. બોલીવુડમાં બજાર ગરમા ગરમ છે. રીમેકનો જાણેકે જમાનો આવી ગયો છે. દર્શકોની ઇચ્છા છે કે એક વાર ફરી કરણ જૌહરનો એજ જાદૂ ચાલે અને કરણ તેની આ ખુબસુરત ફિલ્મની રીમેક બનાવે. જ્યારે કરણને આ મામલે પુછવામાં આવ્યુ ત્યારે કરણે કહ્યુ હતુ કે મારી પણ ઇચ્છા છે કે આ ફિલ્મ બને તેવી મારી દિલથી ઈચ્છા છે સ્ટારકાસ્ટ અંગે જ્યારે પુછવામાં આવ્યુ તો કરણે જણાવ્યુ કે રણબીર કપૂર, આલિયા અને જ્હાન્વી મારી પ્રથમ પસંદ છે.

પણ હવે એવુ લાગી રહ્યુ છે કે રાહુલના પાત્ર માટે રણબીર નહી રણવીર સિંહને લેવાનું વિચારી રહ્યા છે. આ જ કારણ છે કે આની સ્ટારકાસ્ટની વાત થઈ તો કરણે રણૂબીરનું નામ ન લેતા રણવીરનું નામ લીધુ હતુ. મેલબર્ન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મે 20 વર્ષ પુરા થવાની ખુશીમાં પ્રીમિયરનું આયોજન કરવા કરણ જૌહર પહોંચ્યો હતો. આ ખાસ પ્રસંગે આ ફિલ્મ અંગે કરણે ખુલીને વાત કરી હતી અને ત્યારે જ તેણે આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર અને રણવીર સિંહના નામનો ઉલ્લેખ કર્યો હતો. વર્કફ્રંન્ટની વાત કરીએતો જ્યાં રણવીર સિંહ હાલ તેની આગામી ફિલ્મ ’83’માં વ્યસ્ત છે તો રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને વ્યસ્ત છે. ફિલ્મ ’83’માં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે.જોવાનુ એ છે કે આ ફિલ્મ ક્યારે શરૂ થશે. અને ખરેખર આ ફિલ્મ કેટલી દર્શકોને પસંદ આવશે.

