કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવશે વિવેક અગ્નિહોત્રી

ભારત સરકારે જમ્મુ- કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા બાદ અનેક ફિલ્મમેકરો હવે કાશ્મીર તેમ જ કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવવા ઉત્સુક છે. આ યાદીમાં વિવેક અગ્નિહોત્રી પણ સામેલ થયો છે. વિવેકે જણાવ્યું હતું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હું બનાવી રહ્યો છું. જે આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મ કાશ્મીરી હિંદુઓના સામૂહિક નરસંહારની ન જાણેલી અને ખૂબ જ દુઃખભરી સ્ટોરી પર આધારિત છે. આ અગાઉ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સ બનાવી હતી. આ ફિલ્મ લાલબહાદુર શાસ્ત્રીજીનાં જીવન પર આધારિત હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

(Visited 12 times, 1 visits today)