બોલીવુડ એકટ્રેસ ઈશા દેઓલ પ્રેગ્નન્સીને કરી રહી છે એન્જોય, સામે આવી તસવીરો

બોલીવુડ એકટ્રેસ ઈશા દેઓલ બીજી વખત માતા બનવાની છે. હાલ પ્રેગ્નન્સીને મુંબઈની ગરમીઓને ઇશા ફુલ એન્જોય કરી રહી છે. તેણે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં ઈશા સોફા પર આરામથી બેસેલી દેખાઈ રહી છે. ઈશાએ પોતાની તસવીર શેર કરતા કહ્યુ ગરમી ખુબ જ છે અને હું મારા આ સમયને હાલ એન્જોય કરી રહી છુ. થોડા સમય પહેલા ઈશા દેઓલે ફેમિલી અને તેના ફ્રેન્ડસ સાથે મળીને બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. પાર્ટીમાં ઈશાના પતિ ભરત તખ્તાણી પણ નજર આવ્યો હતો. પાર્ટીમાં ઇશા દેઓલ પોતાની બહેન અહાના દેઓલ સાથે નજર આવી હતી.

પાર્ટીમાં ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર બેબી શાવરની તસવીરો શેર કરી હતી. ઈશા દેઓલ 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. ઈશા ફિલ્મોથી ઘણા સમયથી દૂર છે. ધર્મેન્દ્ર અને હેમાની આ લાડકી પુત્રી ફરી એક વાર માતા બનશે તે વાતને લઈને ખુબજ એક્સાઈટેડ છે. ઈશાની પુત્રી છે રાધ્યા તેની સાથેની તસવીરો ઇશા વારંવાર શેર કરતી રહે છે ઈશા રાધ્યાની મસ્તી કરતી તસવીરો શેર કરે છે.

(Visited 28 times, 1 visits today)