આ એક્ટ્રેસ પણ લડી રહી છે લોકસભા ચૂંટણી, ‘બોયફ્રેન્ડ’ પર લાગ્યો હતો દુષ્કર્મનો આરોપ

બંગાળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નુસરત જહાં પશ્ચિમ બંગાળથી લોકસભાની ચૂંટણી લડી રહી છે. મમતા બેનર્જીએ આ એક્ટ્રેસને બસીરહાટ લોકસભા બેઠકથી તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે. જ્યારેથી ટિકિટ આપવામાં આવી છે ત્યારથી એક્ટ્રેસ ટ્રોલર્સના નિશાન પર છે.

તમને જણાવી દઈએ કે 2010માં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ નુસરત જહાંનું ફિલ્મી કરિયર શરૂ થયું હતું. નુસરતે જીત સાથે જ ફિલ્મ ‘શોતરૂ’થી ડેબ્યૂ કર્યું હતું. નસરતે અત્યાર સુધી ‘ખોખા 420’, ‘ખિલાડી’,‘સોંધે નમાર આગેય’, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ માત્ર 29 વર્ષની છે. જ્યારે કેટલાક એગ્ઝિટ પોલમાં એક્ટ્રેસની જીતનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના તમામ તબક્કાની મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે અને પરિણામ માટે હવે માત્ર અમુક કલાકોનો સમય બાકી રહ્યો છે. જ્યારે એક્ટ્રેસની હાર-જીતને લઈ બંગાળમાં લોકોમાં ભારે ઉત્સુક્તા જોવાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ નુસરત જહાંના કથિત બોયફ્રેન્ડ પર રેપનો આરોપ લાગ્યો હતો. જેનું નામ કાદર ખાન બતાવવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે કાદર પાર્ક સ્ટ્રીટ રેપ કેસમાં મુખ્ય આરોપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નુસરત અને કાદર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આરોપ બાદ પણ આ બન્ને એક બીજાના સંપર્કમાં હતા. જ્યારે નુસરતનું કહેવું છે નામ સામે આવ્યા બાદથી તેને કાદર સાથે સંપર્ક તોડી દીધો હતો. જોકે સૂત્રો મુજબ નુસરત પર કાદરને બચાવવાના આરોપ પણ લાગ્યા છે. આ કારણે વિરોધી પાર્ટીઓ પણ નુસરત પર આકરા પ્રહાર કરી રહી છે.

(Visited 25 times, 1 visits today)