જાણો રાજકોટમાં ફ્લેટ ભાડે આપવાની લાલચ આપી યુવતી પર બે દિવસ દુષ્કર્મ આચર્યું…

મનહર પ્લોટ-2માં પાવન એપાર્ટમેન્ટના બીજામાળે આવેલા યોગેશ નામના વ્યક્તિના ફ્લેટમાંથી બપોરે 28 વર્ષની એક યુવતી દોડીને બહાર આવી હતી અને નજીકમાં આવેલી મયંકભાઇ નામના વ્યક્તિની દુકાનમાં ઘૂસી ગઇ હતી, ઘટનાને પગલે લોકોનો ટોળાં એકઠા થઇ જતાં યુવતીએ આપવિતી વર્ણવી હતી. યુવતીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોતે બંગાળની વતની છે અને પરિણીત છે, પતિ સાથે મનમેળ નહી થતાં બે વર્ષથી અલગ રહે છે અને દોઢ મહિના પૂર્વે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવી પ્રિયા નામની મહિલાના મકાનમાં ભાડે રહેતી હતી.

પ્રિયાએ તેના ધર્મના ભાઇ પાવન એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશ સાથે પરિચય કરાવ્યો હતો, પાવન એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે અપાવવાનું કહી બે દિવસ પૂર્વે યોગેશ તેને પોતાના ફ્લેટે લઇ ગયો હતો અને ત્યાં બે દિવસથી ગોંધી રાખી હતી. યોગેશે નશીલો પદાર્થ પીવડાવી અર્ધબેભાન કરી શારીરિક શોષણ કર્યું હતું. યુવતીની આપવીતી સાંભળી લોકોએ પોલીસ બોલાવી હતી. A ડિવિઝન પોલીસે સ્થળ પરથી યોગેશ અને પ્રિયાને દબોચી લીધા હતા અને ત્રણેયને પોલીસ મથકે લઇ જવાયા હતા. યુવતી પાસે દેહવિક્રય પણ કરાવાતો હોવાની પોલીસને શંકા છે. પોલીસે યુવતીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં યુવતીની તેમજ યોગેશ અને પ્રિયાની પૂછપરછ ચાલુ છે. યોગેશ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં અગાઉ જેલમાં ધકેલાયો હતો અને બે મહિના પૂર્વે જ જેલમાંથી છૂટ્યો હતો.

(Visited 51 times, 1 visits today)