આજનું રાશિફળ મેષ અને વૃષભ જાતકો માટે અતિશુભ રહેશે, આર્થિક લાભ થશે….

મેષઃ-
પોઝિટિવઃ- મિત્રોનો સહયોગ પ્રાપ્ત થવાની સાથે-સાથે તમને તમારા સહકર્મીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. જમીન-વાહન વગેરેની સુવિધા પ્રાપ્ત થઇ શકે છે. કરિયર સાથે સંબંધિત કોઇ પ્રકારની તૈયારી કરી રહ્યા છો તો લાભ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઇપણ મંગળ કાર્ય કરતાં પહેલાં સાવધાન રહો. આર્થિક સમસ્યાઓ જોવા મળી શકે છે. તમારી ઉપર વિશ્વાસ રાખીને કામકાજના ક્ષેત્રમાં આગળ વધતાં રહો.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને આગળ વધારી શકો છો.
સ્વાસ્થ્યઃ- શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો સાબિત થશે.

વૃષભઃ-
પોઝિટિવઃ- માતા-પિતા સાથે સારા સંબંધ બંધાશે તથા માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. રાજનૈતિક લાભ પ્રાપ્તિનો ઉદેશ્ય પૂર્ણ થઇ શકે છે. રાજનીતિમાં સારી પકડ જાળવી શકશો.
નેગેટિવઃ- તમારી ઉપર વિશ્વાસ રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવાની કોશિશ કરો. દુશ્મન પક્ષ સામાન્ય સ્થિતિમાં રહેશે. કોઇપણ પ્રકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો.
લવઃ- આનંદથી દિવસ પસાર થશે.
વ્યવસાયઃ- પદ-પોઝિશન પ્રાપ્ત થવાની સાથે-સાથે આર્થિક મામલે વૃદ્ધિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેશે નહીં.

મિથુનઃ-
પોઝિટિવઃ- દુશ્મન પક્ષ સામાન્ય સ્થિતિમાં રહેશે. કોઇપણ પ્રકારના તણાવને દૂર કરવાનો પ્રયત્ન કરો. કોર્ટના મામલાને ઝડપથી ઉકેલવાની કોશિશ કરો.
નેગેટિવઃ- આ સમય તમારા માટે તણાવ ઉત્પન્ન કરી શકે છે. આ સમયે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ કાર્યને કરતાં પહેલાં સાવધાન રહો. ત્યાર જ તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને તણાવપૂર્ણ સ્થિતિ રહેશે.
વ્યવસાયઃ- ધનની લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું.
સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાની રહેશે.

કર્કઃ-
પોઝિટિવઃ- નોકરી કરતાં લોકો પદ-પોઝિશન પ્રાપ્તિથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આર્થિક લાભ પ્રાપ્ત થવાના અવસર પ્રાપ્ત થશે. સંતાન પાસેથી સહયોગ અથના સંતાનના અભ્યાસને લઇને આશ્વસ્ત રહો.
નેગેટિવઃ- બિનજરૂરી કોઇ પ્રકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો. કોઇ અન્ય વ્યક્તિના કારણે ઘરમાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. એવામાં સાવધાની રાખીને તમારા ઘરના વિકાસમાં વ્યસ્ત રહેવાની કોશિશ કરો.
લવઃ- પ્રેમીજન સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- કામકાજના ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

સિંહઃ-
પોઝિટિવઃ- પરિવાર પાસેથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે તથા પરિવારમાં દરેક પ્રકારે સુખનું વાતાવરણ જોવા મળી શકે છે. એકબીજા પ્રત્યે સારી ભાવનાઓ ઉત્પન્ન થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરમાં બધા સભ્યો સાથે સામંજસ્ય સારું રાખવાનો પ્રયાસ કરો. માતા-પિતા સાથે સંબંધ સારો રહેશે તથા તેમનો સહયોગ મળી શકશે.
લવઃ- કોઇ સ્થાને ફરવા જવાનું પ્લાન કરી શકો છો.
વ્યવસાયઃ- તમારો આત્મવિશ્વાસ પ્રબળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.

કન્યાઃ-
પોઝિટિવઃ- સંતાન પક્ષ તથા ભાઈઓ સાથે સંબંધ સારા બને તેના માટે એકબીજા સાથે મળીને કોઇપણ કાર્ય કરવાનો પ્રયત્ન કરો. તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવારમાં શુભ માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના છે.
નેગેટિવઃ- આ સમયે માતા-પિતાને સેવા લેવી નહીં, પરંતુ જરૂરિયાત પ્રમાણે તમે જ માતા-પિતાની સેવા કરો અને સહયોગ આપો. આવું કરવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે ધનનું રોકાણ કરવા વિશે વિચારી શકો છો.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાન રહો.

તુલાઃ-
પોઝિટિવઃ- ઘરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળશે. ઘરમાં સુખ-સમૃદ્ધિનું હોવું જરૂરી છે. કોઇપણ કાર્યને પૂર્ણ વિચાર કર્યા બાદ જ સંપન્ન કરવા વિશે વિચારવું.
નેગેટિવઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે. સમય પ્રમાણે તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં એકબીજા પ્રત્યે સારી ભાવના રાખાવનો પ્રયાસ કરો. બધા સાથે સારું સામંજસ્ય જાળવી રાખવાનો પ્રયત્ન કરો.
લવઃ- જીવનસાથી સાથે સામાન્ય સંબંધ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમારી અંદર આળસ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું મન શાંત રહેશે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારી અંદર સમજવા અને વિચારવાની ક્ષમતા સારી રહેશે તથા તમારી સ્મરણ શક્તિ તીવ્ર બની શકે છે. તમે તમારા મન પ્રમાણે કાર્ય કરશો. તમને તમારા કાર્ય વ્યવસાયથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.
નેગેટિવઃ- કાર્ય વ્યવસાયમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. રાહુ મિથુન રાશિમાં સંચાર કરી રહ્યો છે. જે કરિયરની દ્રષ્ટિએ તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન કરશે. લાભ પ્રાપ્તિની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
લવઃ- પ્રેમ સંબંધમાં સ્થિતિ સારી થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વેપારીઓ માટે સમય ચુનોતીપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે.

ધનઃ-
પોઝિટિવઃ- તમારા આર્થિક મામલાઓમાં વૃદ્ધિ થશે. બહારગામની યાત્રાનો યોગ બની રહ્યો છે. બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે તમને સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન ધન પ્રાપ્તિના યોગ બનશે.
નેગેટિવઃ- બિનજરૂરી કોઇપણ પ્રકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો અથવા ખોટી સંગતથી દૂર રહો. આ સમયે કોઇપણ શુભ કાર્ય કરવું તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિ માટે પણ સારો યોગ છે.
સ્વાસ્થ્યઃ- ઊંઘમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

મકરઃ-
પોઝિટિવઃ- તણાવ કે કોર્યમાં કોઇ કેસ ચાલી રહ્યો હશે તો આ સમયગાળા દરમિયાન તેનો ઉકેલ આવી જશે. સંતાન પક્ષ તથા વિદ્યાર્થીઓ કોઇ કોર્સ માટે તૈયારી કરી રહ્યા છે તો સફળતા મળશે.
નેગેટિવઃ- તમારી અંદર કોઇપણ કાર્યને કરવાની ક્ષમતા સારી છે. પરંતુ તમારું મન વિચલિત રહેશે અને તમે ગભરામણ અને પરેશાનીનો અનુભવ કરશો. તમારા મનને એકાગ્રચિત કરીને કોઇપણ કાર્ય કરવું શુભ રહેશે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ પક્ષમાં રહેશે.
વ્યવસાયઃ- આજે તમને કાનૂની મામલાઓમાં રાહત મળશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ દૂર થઇ શકે છે.

કુંભઃ-
પોઝિટિવઃ- તમે રાજનીતિ સાથે જોડાયેલાં હશો તો લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. ગુરૂ શનિ ધન રાશિમાં સંચાર કરી રહ્યા છે, જેનાથી રાજનીતિમાં લાભ પ્રાપ્તિ માટે સમય શુભ રહેશે. વાહન વગેરેની સુખ-સુવિધા પ્રાપ્ત થવાની સંભાવના છે.
નેગેટિવઃ- માતા-પિતાને લઇને ગંભીર રહેવાની કોશિશ કરો. કોઇપણ કાર્યને સમજી-વિચારીને કરવામાં આવે તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આ મહિને જરૂરિયાત પ્રમાણે તમારા સગ-સંબંધિઓ સાથે સંબંધ રાખો.
લવઃ- એકબીજા સાથે સારું તાલમેલ જાળવી રાખવાથી સંબંધ મજબૂત અને સફળ બનશે.
વ્યવસાયઃ- કોઇપણ નિર્ણય લેતી વખતે સાવધાન રહેવું.
સ્વાસ્થ્યઃ- શારીરિક ઊર્જાથી ભરપૂર રહો.

મીનઃ-
પોઝિટિવઃ- નોકરી કરતાં લોકોને પદ-પોઝિશન પ્રાપ્તિના યોગ બનશે. પ્રયાસ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થવાની સાથે-સાથે તમારા સહકર્મીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- નિર્ણય લેતી વખતે મનને એકાગ્ર રાખો. બિનજરૂરી કોઇપણ પ્રકારના વિવાદમાં પડવાથી પરેશાનીઓ વધી શકે છે. કોઇપણ પ્રકારના વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
લવઃ- પ્રેમ સંબંધમાં નિખાર આવી શકે છે.
વ્યવસાયઃ- અચાનક ધન પ્રાપ્તિના અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્યમાં પેટ સંબંધિત બિમારી પરેશાન કરી શકે છે.

(Visited 65 times, 1 visits today)