આલિયા બની એશિયાની સૌથી હોટ મહિલા, ખુશી વ્યક્ત કરતાં જે બોલી તમારૂં દિલ જીતી લેશે!

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને 2019ની સૌથી સેક્સી એશિયાઈ મહિલા અને દિપીકા પાદુકોણને પુરા દશકની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. લંડનમાં બુધવારે ઈસ્ટર્ન આઈ દ્વારા આયોજિત એક ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું હતું અને એના પર આ તાજ પહેરાવવામાં આવ્યો છે. આલિયાને ગલી બોય ફિલ્મને લઈ ખુબ ફાયદો થયો. આલિયાને આટલા બધા બહોળા પ્રમાણમાં વોટ મળ્યા એની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, મારુ હંમેશા એવું માનવું છે કે સાચી સુંદરતા જે દેખાય છે એનાથી કેટલીય વધારે હોય છે. અને એ જ વધારે મહત્વ ધરાવે છે.

 

 

આગળ આલિયા બોલી કે, જ્યારે આપણે ઘરડા થઈ જશું તો ત્યારે સમય સાથે દેખાવમાં ફેરફાર આવવાનો છે. પરંતુ તમારૂ દિલ જો સુંદર હશે તો એમાં કોઈ ફરક નહીં પડે. અને આપણે બધાએ એમાં જ ધ્યાન આપવું જોઈએ. ઓનલાઈન વોટ અને મીડિયા કવરેજના આધાર પર સેક્સિયસ્ટ એશિયન ફિમેલ નક્કી કરવામાં આવે છે કે જેમાં આલિયાએ બાજી મારી છે.

 

 

ઈસ્ટર્ન આઈના સંપાદક અને આની શરૂઆત કરનાર અસજાદ નજીરે કહ્યું હતું કે, આલિયા ભટ્ટ જેટલું મોટું નામ હાલમાં કોઈ નથી અને આગળના 10 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કરવામાં એને કોઈ રોકી નહી શકે. ફિલ્મ કરતાં વધારે તે મહિલાની તાકાતનું પ્રતીક છે કે જે સશક્ત આધુનિક મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે. દીપિકા પાદુકોણ ગયા વર્ષે આ યાદીમાં પહેલા નંબરે હતી કે જે આ વખતે બીજા નંબરે છે. પરંતુ દશકની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ તેના જ શિર પર બરકરાર છે.

(Visited 79 times, 1 visits today)