જાણો ખેડૂતોના પાક નુકસાનને લઇ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને કેવો પત્ર લખ્યો….

ગાંધીનગર: વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં કેશ ડોલ્સ અને શિયાળુ પાક માટે ખેડૂતોને નવુ ધિરાણ આપવાની પરેશ ધાનાણીએ માંગ કરી છે. વિમા કંપનીઓનો ટોલ ફ્રી નંબર બંધ આવતા હોવાથી સરકારને ગંભીરતા લેવા પરેશ ધાનાણીએ વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે વધારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. મહા વાવાઝોડાની તીવ્રતા ઘટતા રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો. આજે વહેલી સવારથી જ ગીરસોમનાથ અને જૂનાગઢમાં વરસાદથી ખેડૂતો અને લોકો બેહાલ થયા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અનેક ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ટીબી, હેમાળ, દુધાળા, છેલણા સહિત તાલુકાના અનેક ગામમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

(Visited 19 times, 1 visits today)