જાણો રોજ પીઓ હળદરવાળું દૂધ, શરીરને થશે લાભ….

દૂધ અને હળદર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એટલા માટે જ તો રોજ દૂધમાં હળદર ઉમેરી પીવાની સલાહ વડિલો આપે છે. દૂધ અને હળદર શરીરને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગો દવા વિના જ છૂમંતર થઈ જાય છે.

હળદર અને દૂધથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે આયુર્વેદ અનુસાર ગરમ દૂધની સાથે હળદરનું સેવન કરવું જોઈએ. હળદરમાં એન્ટી માઇક્રોબીયલ હોય છે તેથી તેને ગરમ દૂધ સાથે લેવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ફેફસામાં કફ અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

આ દૂધ બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. ગરમ દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરમાં રહેલી ચરબી ઓછી થાય છે. તેમાં રહેલું કેલ્શિયમ અને મિનરલ્સ સ્વાસ્થ્યને બગાડ્યા વિના વજન ઘટાડવામાં મદદ કરે છે. હળદરમાં એમિનો એસિડ હોય છે તેથી દૂધ સાથે તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.

તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. જેનાથી શરીરનો દુખાવો પણ ઝડપથી દૂર થાય છે. તે રક્તમાંથી ટોક્સિન્સ દૂર કરે છે અને લિવરને સાફ કરે છે. તે પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. હળદરવાળા દૂધનું સેવન કરવાથી માસિકમાં થતી સમસ્યાઓથી રાહત મળે છે.

દૂધમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે અને હળદર એન્ટીઓકિસડન્ટથી ભરપુર હોય છે. બંનેનું સાથે સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. જો તમને ઊંઘની તકલીફ હોય તો સૂવાના અડધા કલાક પહેલા ગરમ દૂધ સાથે હળદર પીઓ. હળદરના દૂધનું સેવન કરવાથી સંધિવા, કાનમાં દુખાવો સહિતની અનેક સમસ્યાઓમાં રાહત મળે છે.

(Visited 21 times, 1 visits today)