જાણો સુરત: બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સની તબીયત બગડતા મોતને ભેટી…

અંકલેશ્વર ખાતે બોયફ્રેન્ડને મળવા ગયા બાદ ગોપીપુરાની પરિચારિકાની રહસ્યમય સંજોગોમાં તબીયત બગડતાં મોતને ભેટી હતી. સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ ચોકબજાર વિસ્તારના ગોપીપુરા માં રહેતી 21 વર્ષીય ખુશ્બુ પંચાલ(નામ બદલ્યું છે) ગઈકાલે સવારે અંકલેશ્વર ખાતે પોતાના બોયફ્રેન્ડને મળવા ગઇ હતી ત્યાં રહસ્યમય સંજોગોમાં તેની તબિયત બગડતા ઉલટી થવા લાગી હતી.

જેથી તેને તાકીદે સારવાર માટે તેનો બોયફ્રેન્ડ સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો ત્યાંથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી.

નોંધનીય છે કે ખુશ્બુ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી તેના પિતા ઇલેક્ટ્રિક ની કંપનીમાં કામ કરે છે તેનો એક ભાઈ છે જોકે ખુશ્બુ પથરીની બીમારીથી પીડાતી હતી અને ગઈકાલે સવારથી તેની તબિયત સારી ન હતી એવું તેના સંબંધીઓએ કહ્યું હતું આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(Visited 15 times, 1 visits today)