કંઇક આવી રીતે INDvsPAK મેચની રાહ જોઇ રહ્યા છે બોલિવુડ અને ટીવીના સ્ટાર્સ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ હોય અને ક્રિકેટ ફેન્સ તેને જોવા માટે ઉતાવળા ન થાય એવું બની જ ન શકે. આઇસીસી વર્લ્ડ કપ 2019માં આજે એટલે 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે દમદાર મેચ થવાની છે અને જનતા તેની આતુરતાથી રાહ જોઇ રહી છે. મેચને લઇને ઘણા લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આજની મેચમાં વરસાદ ન પડે.

 

 

ક્રિકેટને લઇને માત્ર સામાન્ય જનતા જ નહીં બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ મેચ માટે ઉત્સાહિત છે. બોલિવુડ ખેલાડી અક્ષય કુમારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપતા નજરે પડ્યા છે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભારતીય ટીમ આ મેચ જીતશે. તેની સાથે તેમણે ક્રિકેટર શિખર ધવનને ઇજા થવા પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેમણે આશા છે કે શિખરને જલદી સારુ થઇ જાય. અક્ષય અભિનેતા અલી જફરે વરસાદ ન આવે તેવી પ્રાર્થના કરી છે.

 

 

ત્યારે અભિનેત્રી તાપસી પન્નૂએ ભારત અને પાકિસ્તાન મેચને લઇને ઉત્સાહિત છે. તાપસીનું કહેવું છે કે તે દેશને દરેક જગ્યાએ સપોર્ટ કરે છે અને તેને વિશ્વાસ છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાનને ધૂળ ચટાડશે. જ્યારે ટીવી અભિનેતા કરણ વાહીનો પણ મેચને લઇને ઉત્સાહ જોવા લાયક છે. કરણે તેનો જન્મદિવસ મનાવવા માટે લંડન ગયો હતો. તેણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી મેચને જોઇ અને એન્જોય કર્યો.

(Visited 14 times, 1 visits today)