વરુણ ધવનને ‘કલંક’ લાગી કલંક જેવી, કહ્યું ‘ફિલ્મ ચાલવાને લાયક જ નહોતી’

સતત 11 હિટ ફિલ્મો આપનાર વરુણ ધનવની કલંક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે ફ્લોપ ગઈ. તો વળી ઓક્ટોબર અને સુઈ ધાગાને પણ કંઈ ખાસ રિસપોન્સ ન મળ્યો. પરંતુ બોક્સ ઓફિસ પર ઠીક ઠીક કમાણી કરી લીધી. કલંકનાં ફ્લોપ થયા પછી વરુણ ધવને કહ્યું કે, મને ખરાબ રીતે પ્રભાવિત કરવામાં આવ્યો પરંતુ મને એક અનુભવ પણ મળ્યો. એક વાતચીત દરમિયાન વરુણે કહ્યું કે, આ ફિલ્મે મને ઘણું શિખવાડ્યું. ફિલ્મને જનતાએ પસંદ નથી કરી અને આ ફિલ્મ તો ચાલવાને લાયક પણ નહોતી. એક વાત સીધી જ છે કે જો જનતાને ગમે તો જ ફિલ્મ ચાલવી જોઈએ.

ધવને આગળ કહ્યું કે, જનતાને કલંક પસંદ ન આવી એ મારા માટે એક સીખ છે. મે આમાંથી ઘણું શીખ્યું છે. ક્યારેક અમુક વસ્તુ કામ નથી કરતી અને પરિણામ એ આવે છે કે બધીને ખોટા ગણાવામાં આવે છે. આ પહેલી વખત છે કે હું એક નિષ્ફળતામાંથી પસાર થયો છું અને પ્રભાવિત થયો છું. જો પ્રભાતિવ ન થયો હોત તો એનો મતલબ એ થાય કે મને મારી ફિલ્મો પ્રત્યે જ પ્રેમ નથી. પરંતુ મને જીવનનાં છેલ્લા શ્વાસ સુધી મારી ફિલ્મો પ્રત્યે પ્રેમ રહેશે.

ત્યારબાદ વરુણે કહ્યું કે, હવે હું એક સારી સ્થિતિમાં છું. હું મારી આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાંસરને લઈને વધારે ઉત્સાહિત છું અને કુલી નંબર 1ની પણ રાહ જોઉ છું. ઉલ્લેખનીય છે કે વરુણ ધવનને શંશાક ખેતાનની ફિલ્મ રણભુમિ માટે પણ ફાઈનલ કરવામાં આવ્યો છે.

(Visited 5 times, 1 visits today)