પૂર્વ મિસ ઈન્ડિયા આ અભિનેતાના પ્રેમમાં છે ગળાડૂબ, એક ફોટોથી થયો ખુલાસો

પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા ઈંટરનેશનલ અને બોલીવૂડ અભિનેત્રી પૂજા બત્રા ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂજા તેના અફેરના કારણે ચર્ચામાં આવી છે. 46 વર્ષની પૂજા હાલ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિંદા હૈ ના કો-સ્ટાર નવાબ શાહને ડેટ કરી રહી છે. પૂજા બત્રાના ડેટિંગનો ખુલાસો નવાબ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયો છે. નવાબ શાહે પુજા સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. તેની સાથે રેડ હાર્ટ ઈમોજી પણ મુક્યુ હતુ.


નવાબ શાહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પહેલો ફોટો નથી કે જેમાં તેણે પૂજા પ્રત્ય્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. આ અગાઉ પણ આ પ્રકારના અનેક ફોટો સામે આવી ચુક્યા છે જેમાં ચહેરો દર્શાવ્યા વગર તે પોતાના પ્રેમનો ઈજહાર કરે છે. જોકે અત્યાર સુધી એ રહસ્ય હતું કે આ યુવતી કોણ છે. પરંતુ હવે આખરે તેના પરથી પડદો ઉચકાયો છે.


પૂજા બત્રા વર્ષ 1993માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતી હતી. અનિલ કપૂરની ફિલ્મ વિરાસતથી પૂજા બત્રાએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. પૂજાને બોલીવૂડમાં એ સફળતા ક્યારેય ના મળી જે તે મેળવવા ધારતી હતી.વર્ષ 2014માં પૂજાઈ લોસ એન્જલસમાં ‘મેરા સંગીત’ નામે એક નવુ બોલીવૂડ રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. વર્ષ 2002માં તેણે ડાયરેક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતાં. વર્ષ 2010માં બંને જુદા થયા હતાં.

(Visited 11 times, 1 visits today)