Photos: પલ્લવી જોષીનો અનોખો અંદાજ, ‘ધ તાશકંદ ફાઈલ્સ’માં કરી રહી છે દમદાર રોલ

ફિલ્મ અને ટીવી ક્ષેત્રે પલ્લવી જોષી જાણીતું નામ છે. છેલ્લાં 4 દશકાઓથી તે એક્ટીંગ ફિલ્ડ સાથે જોડાયેલી છે. ડિરેક્શન ક્ષેત્રે પણ તેની એક અલગ ઓળખ છે. પલ્લવીની આગામી ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ છે. આ ફિલ્મમાં તે ઈતિહાસવિદ આયેશા અલી શાહનો રોલ કરી રહી છે.

પલ્લવી જોષીએ ફક્ત 10 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘ડાકૂ અને મહાત્મા’ છે. આ ફિલ્મ 1977માં રિલીઝ થઈ હતી. તે કેટલીક લોકપ્રિય ટીવી સિરીયલ્સમાં કામ કરી ચુકી છે. ભારત એક ખોજ, પેશવા બાજીરાવ, અંતાક્ષરી, આરોહણ, જુસ્તજુ જેવી ટીવી સીરીયલોમાં કામ કર્યુ હતુ. વર્ષ 2017માં પેશવા બાજીરાવમાં તે તારાબાઈનાં રોલમાં લોકપ્રિય થઈ હતી. ફિલ્મોની વાત કરીએતો પનાહ, સુરજ કા સાતવાં ઘોડા, તહલકા, સૌદાગર, રીતા, ધ મેકિંગ ઓફ મહાત્મામા પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી ચુકી છે. તેની ફિલ્મ બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ 2016માં આવી હતી ફિલ્મમાં અનુપમ ખેર અને અરૂણોદય સિંહ પણ હતા.

(Visited 4 times, 1 visits today)