જાણો મોઝિલા ફાયરફોક્સમાં કેવા બગ ડિટેકટ થયા, જુઓ આ બગ સ્ક્રીનને ફ્રીઝ કરે છે

મોઝિલા ફાયરફોક્સ એક બગનું શિકાર બન્યું છે. આ બગ યુઝરના વિન્ડોઝ અથવા મેક PCની સ્ક્રીનને ફ્રીઝ કરે છે. તેનાથી બ્રાઉઝર બ્લોક થઈ જાય છે. Ars Technicaના રિપોર્ટ અનુસાર વેબસાઈટનાં માધ્યમથી આ બગ કમ્પ્યૂટરને ફ્રીઝ કરી દે છે. બગ યુઝરને એક મેસેજ શૉ કરે છે, જેમાં ડિવાઇસ પાઈરેટેડ વર્ઝન પર રન કરી રહ્યું છે તેવું લખેલું હોય છે.

 

 

આ મેસેજ શૉ કર્યા બાદ સ્ક્રીન પર એક નંબર પર કોલ કરવા માટે કહેવામાં આવે છે. યુઝર આ નંબર પર કોલ ન કરે તો તેની સ્ક્રીન ડિસેબલ થઈ જાય છે. આ બગને લીધે સુરક્ષાના કારણોસર યુઝરના ડેસ્કટોપને હેક કરવામાં આવ્યું છે તેવો મેસેજ સ્ક્રીન પર દેખાય છે. યુઝરને બ્લોકથી બચવા માટે 5 મિનિટની અંદર 1 ફોન નંબર પર કોલ કરવા માટે કહેવામાં આવે છે. આ બગને ફિક્સ કરવા માટે કંપનીએ એક પદ્ધતિ જાહેર કરી છે. બગ ફિક્સ કરવા માટે યુઝર વિન્ડોઝના ટાસ્ક મેનેજર અને macOSને ફોર્સ ક્લોઝ ફંક્શનની મદદથી બંધ કરી શકે છે. બગને ફિક્સ કરવા માટે યુઝરે બ્રાઉઝરમાં ઓટો ટેબ્સ રી-ઓપ્શનને ડીએક્ટિવ કરવાનું રહેશે. કાયમી રૂપે આ બગને ફિક્સ કરવા માટે કંપની પ્રયાસો કરી રહી છે.

(Visited 22 times, 1 visits today)