રાજ્યમાં દિવાળી પહેલા અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકને અને ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકશાન થયુ છે. સરકારે કનિદૈ લાકિઅ સહાય માટે અરજી મંગાવતા સેંકડો ખેડૂતોએ સહાયની અરજી કરી છે. ગઈકાલે સાંજ સુધીમાં સરકારી સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. ખેડૂતોને રાહત આપવા કનિદૈ લાકિઅ માટે સરકારે અકિલા ખેડૂતોને રાહત આપવા માટે કરોડો રૂપિયાનું પેકેજ તૈયાર કર્યાનું અને આજે કેબીનેટમાં તેની ચર્ચા થનાર હોવાનું જાણ વા મળે કનિદૈ લાકિઅ છે.
સંભવત આજે કેબીનેટના નિર્ણય બાદ ખેડૂતો માટે રાહતના સમાચાર જાહેર થશે. ૫૦૦ અકીલા કરોડ ઉપરનું પેકેજ આવવાની ધારણા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કનિદૈ લાકિઅ કપાસ અને મગફળીના પાકને મોટું નુકશાન થયુ છે. સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારમાં ડાંગર અને અન્ય પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ કનિદૈ લાકિઅ થઈ ગયા છે. આ વર્ષે વરસાદ સારો થતા સારૂ વર્ષ થવાની ખેડૂતોને આશા હતી. ચોમાસાનો સમયગાળો પુરો થયા પછી અચાનક આવેલા ભારે વરસાદે ખેડૂતોની કનિદૈ લાકિઅ આશા પર પાણી ફેરવી દીધુ છે. અનેક વિસ્તારોમાં કપાસ, મગફળી, ડાંગર જેવા પાકને ભારે નુકશાન થયુ છે. ખાતર, બિયારણ અને ખેડૂતોની મહેનત નકામી ગઈ છે.
વરસાદ કનિદૈ લાકિઅ પછી તૂર્ત સરકારે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી સહાય માટે અરજીઓ મંગાવેલ. સરકાર દ્વારા ગામેગામ સર્વે કરવામાં આવેલ. તેનો અહેવાલ તૈયાર થઈ કનિદૈ લાકિઅ ગયો છે. તે અહેવાલના આધારે રાજ્ય સરકાર પાસે પણ મદદ માંગવામાં આવશે. જે ખેડૂતોને વિમો નથી તેને સરકારી પેકેજનો મહત્તમ લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે. નિયમ મુજબના પાક વિમાની ઝડપથી ચુકવણી કરવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોને સરકારી પેકેજથી નોંધપાત્ર લાભ મળે તેવી આશા છે. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની સંભવીત અસર ખાળવા સરકાર ગણતરીની કલાકોમાં જ ખેડૂતો માટે રાહત અને સહાયના પગલા જાહેર કરે તેવા નિર્દેશ છે.