અયોધ્યા / કાર્તિક પૂર્ણિમાએ સરયૂ નદીમાં 11 લાખ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી

અયોધ્યામાં કાર્તિક પૂર્ણિમાએ મંગળવારે સરયૂ નદીમાં આશરે 11 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું. શ્રદ્ધાળુઓંએ હનુમાનગઢી, કનક ભવન, નાગેશ્વરનાથ મંદિરો અને રામલલાના દર્શન પણ કર્યા. શ્રીરામ જન્મભૂમિ મામલે કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવાઈ છે. અયોધ્યાના કમિશનર મનોજ મિશ્રા, આઈજી સંજીવ ગુપ્તા, કલેક્ટર અનુજકુમાર ઝા, એસએસપી આશિષ તિવારીએ હેલિકોપ્ટરથી સુરક્ષા વ્યવસ્થાની નિગરાની કરી. તિવારીએ જણાવ્યું કે પોલીસના 1200 જવાન, 250 સબઇન્સ્પેક્ટર, 20 ડીએસપી, 2 એસપી પણ તહેનાત કરાયા છે. ઉપરાંત આરપીએફ અને પીએસી પણ તહેનાત છે. 35 સીસીટીવી અને 10 ડ્રોન કેમેરાથી દેખરેખ રખાઈ રહી છે.

 

અયોધ્યામાં તૈયાર થનારા રામ મંદિરના મુખ્ય દ્વારના બે ઘંટ એટા જિલ્લાના જલેસર નગરમાં બનાવવામાં આવશે. તેમનું વજન 2100-2100 કિલો હશે. જલેસરના ચેરમેન વિકાસ મિત્તલે કહ્યું કે તેને કારીગર ઇકબાલ શમસુદ્દીન અને દાઉદ દયાલ બનાવી રહ્યાં છે. જલેસરની એક ફેક્ટરીને 10 કલાક બનાવવાનો આદેશ મળ્યો છે. જલેસરને ઘુંઘરી નગરી પણ કહેવાય છે.

(Visited 27 times, 1 visits today)