એક વિદેશી નવલકતાકારએ કહ્યું હતું કે ”હું તને હવે કસકસતું ચુંબન કરવાનો છું અને એ ચુંબન કરતો અટકશે કે કેમ એની મને જાણ નથી. વેલ, અમે તમને કહેવા માગીએ છીએ કે ચુંબન સાથે અનેક ફાયદાઓ સંકળાયેલા હોવાથી તમારે અટકવાની જરૃર જ નથી. ચુંબન ટર્ન ઓન થવાનું માધ્યમ , કિસીંગ ટીપ ઈત્યાદિ વિશે વાત નથી કરવી પણ આજે આ ક્રિયા સાથે સંકળાયેલા વિજ્ઞાાનની વાત કરીએ. ચુંબન સાથે માત્ર આનંદ અને ઉન્માદ નથી સંકળાયેલો, એની સાથે આરોગ્યને લગતા ફાયદાઓ વિશે જાણીએ. કિસ કરવાના આરોગ્યલક્ષી ફાયદાની વાત કરીએ ત્યારે એ વાતનો ઉલ્લેખ કરવો જોઈએ કે ચુંબન કેલેરી દહન કરવામાં મદદ કરે છે. સંશોધનના તારણ સુચવે છે કે એક મિનિટ ચુંબન કરવાથી શરીરમાંથી છ કેલેરી છુમંતર થઈ જાય છે. હવે જીમમાં જનારાઓ કેટલો સમય વ્યાયામ કરે છે અને કેલેરી બાળે છે એ સરખામણી કરી લે.
તમે જાણો છો કે આપણા શરીરમાં ઓક્સીટોસીન નામનું રસાયણ હોય છે જે મૂડ સુધારે છે અને કુદરતી રીતે મન શાંત કરે છે. બીજું એક કેમિકલ છે ‘એન્ડોર્ફિન’ જે પણ મૂડ સુધારે છે. ચુંબન આ બંને રસાયણોને લક્ષ્ય જ બનાવે છે. આથી મૂડ સહેજ ખરાબ હોય તો તમને ખબર છે કે તમારે શું કરવાનું છે. સિક્સ પેકક એબ અને કસાયેલા બાવડા તો એક રોમાંચક બાબત તો છે જ. પણ ન ભૂલો કે રેઝર શાર્પ જડબું પણ એપોઝીટ સેક્સને આકર્ષવામાંમ મદદ કરે છે. મોં પર ચરબીના થર હોય તો એ કોઈને નહીં ગમે. આના માટે કોઈ ખાસ વર્ક-આઉટ સજેસ્ટ નથી કરતાં. બસ કિસ કરોે. કિસીંગ દરમિયાન ચહેરાનાદ ૩૦ સ્નાયુ સક્રિય થાય છે. થોડું ક વિચિત્ર લાગશે. પરંતુ ચુંબન દરમિયાન જંતુઓનું આદાનપ્રદાન થાય છે, જેનાથી શરીરમાં જીવાણુઓ સામે લડવા ‘એન્ટીબોડિઝ’ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે માંદા પડતા અટકાવે છે. જો કે ધ્યાનમાં રાખજો. આનાથી એલર્જી અને વાઈરલ ઈન્ફેક્શન સામે રક્ષણ નથી મળતું.
દુ:ખાવામાં રાહત મળે છે દિવસભરની વ્યસ્તતા અને કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી શારીરિક દુ:ખાવો સામાન્ય છે. પેઈનકિલર લેવાનું ટાળો અને ગર્લફ્રેન્ડને કિસ કરો. આનાથી શરીરમાં કુદરતી રસાયણોનો સ્ત્રાવ થાય છે જે દુ:ખાવાને ડામે છે. પાર્ટનરને ચુંબન કરવાના વિચાર માત્રથી હૃદય ધકધક થાય છે. પરંતુ પ્રગાઢ ચુંબન હૃદયને તંદુરસ્ત રાખે છે. શરીરમાં એડ્રેનલીનનો સ્ત્રાવ થાય છે જે શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવે છે. જે હૃદયની તંદુરસ્તી વધારે છે. સ્ટ્રેસ ઓછો થાય અને રક્તચાપ ઘટાડે છે રક્તનું વહન કરતી ધમનીઓ પહોળી થવાથી સ્વાભાવિક રીતે બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. આ એક ઉમદા સ્ટ્રેસ બસ્ટર છે. શરીરમાં હાજર સ્ટ્રેસના હોર્મોનને ઘટાડે છે. હજી પણ તમે એન્ટીડિપ્રેસન્ટની ટીકડીઓ ફાકશો. સહેજ વિચિત્ર લાગશે પરંતુ સાચું છે કે કિસીંગ દાંતમાં સડાને અટકાવે છે. ચુંબનની ક્રિયા દરમિયાન મોમાં ઉત્પન્ન થતો ‘સેલિવા’ પ્લેક ઘટાડે છે. આ પ્લેક જ આગળ જઈ દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. દાંતની છારી દૂર થતા સડાનો પ્રશ્ન જ નથી રહેતો. અલબત્ત, તમે જેને ચુંબન કરો છો એ ઓરલ હાઈજીનમાં નબળો હોય તો બેક્ટેરિયા ટ્રાન્સમીટર થઈ જશે.