જાણો સૂર્યનું ભ્રમણ 17મીએ સૂર્ય મંગળની રાશિમાં આવવાથી માનવજીવન પર કેવી અસર થશે, 12 રાશિઓ માટે કેવું મહત્વ રહેશે?

ધર્મ ડેસ્ક- ગ્રહમંડળમાં અતિક્રૂર સૂર્ય ગ્રહ મંગળની તોફાની વૃશ્ચિક રાશિમાં પરીભ્રમણ સતત એક માસ કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર વૃશ્ચિક રાશિનું મૂળભૂત કારકત્વ વેર, બદલાની ભાવના, ડંખી સ્વભાવ કંઈક અંશે અહંમવાળી ધરાવે છે. આ ભ્રમણ પૂર્વા આચાર્યો શુભ માનતા નથી કારણ કે બંને ગ્રહોની સ્થિતિની અસર માનવજીવનમાં મન ઉપર અસર શીધ્ર જોવા મળતી હોય છે. નિસર્ગે કુંડળીથી 8મા ભાવે પસાર થવાથી પાણીજન્ય રોગો, ચામડીના દર્દો કે ચેપીરોગો થવાની સંભાવના રહેલી છે. વિશેષમાં આગ, અકસ્માત, શોર્ટસર્કિટના અશુભ બનાવો વધી શકે. ભારત દેશની કુંડળી મુજબ સાતમા ઘરમાં પસાર થવાથી પ્રજાને સરકારથી વધુ વેરા, દંડ, અન્ય ચાર્જ આપવાનો અવસર આવે. રાજકીય કાવાદાવામાં પ્રજા કદાચ ભોગ બની શકે. દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી કેવું શુભાશુભ ફળ મળશે તે નીચે દર્શાવેલ છે.

(1) મેષ રાશિ (અ,લ,ઈ):
આરોગ્ય બગાડે સાથે અકસ્માત પણ નોતરી શકે. વાણી ઉપર સંયમ જાળવવો. અપેક્ષા પ્રમાણે વળતર ન મળે.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ):
લગ્નજીવનમાં ઝઘડા કે મત-મંતાર આવી શકે. માન-સન્માન, યશ, કીર્તિની પ્રાપ્તિ માટે શુભ સમય.

(3) મિથુન રાશિ( ક,છ,ઘ):
અજાત શત્રુ પર વિજય. આંખોને લગતી પીડા ઓપરેશન આવી શકે. નોકરિયાતવર્ગ માટે શુભ સમય.

(4) કર્ક રાશિ (હ,ડ):
સંતાનના કરિયરને લગતા પ્રશ્નો ઉકેલાય. વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે. શેરબજારમાં નુકસાન થઈ શકે.

(5) સિંહ રાશિ (મ,ટ):
બીપી કે હૃદયને લગતી તકલીફ વધે. ધંધામાં શૂભ સમય ગણાવી શકાય. સમાજમાં કીર્તિમાં લાંછન લાગી શકે.

(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) :
નવા સાહસ, રોકાણ, યાત્રા ફળદાયી નિવડે. ભાગ્ય માટે શૂભ વળાંક આવે. યુવાવર્ગ માટે વધારે સારો સમય બને.

(7) તુલા રાશિ (ર,ત):
ઉઘરાણી કરવાથી સંબંધો બગડે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. વિલ-વારસાના પ્રશ્નો વધુ વકરે.

(8) વૃશ્ચિક રાશિ (ન,ય):
અકલ્પનિય માન-સન્માનનો દરજ્જો મળે. આવક કરતાં જાવક વધે. પેટમાં બળતરા થવાની શક્યતાઓ.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):
સરકારી લફડાઓ વધે. આરોગ્ય નરમ-ગરમ રહયા કરે. નોકરિયાત વર્ગને બઢતી(પ્રમોશન)મળી શકે.

(10) મકર રાશિ (ખ,જ):
અનેકવિધ લાભો મળવાની પ્રબળ સંભાવના. નવી-નવી વિદ્યા શીખવા સમજવા માટે રસ આંતરિક જાગે.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) :
ધંધામાં મોટી ઉઘરાણી ફસાઈ જાય. સાથોસાથ સરકારી બાકી વેરાની નોટિસ મળી શકે. રાજકીય ક્ષેત્રે કાર્યરત રહેનારને ગોલ્ડન સમય.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ):
કોઈપણ કારણસર વારંવાર તબિયત બગડે. ડૉક્ટરની દવાઓ માફક ન આવે. વિદેશ વેપાર થઇ શકે પરંતુ સાવચેતી અવશ્ય રાખવી.

(Visited 44 times, 1 visits today)