જાણો વર્લ્ડ ડાયાબિટીસ ડે એક્સર્સાઇઝ કરીને પણ યોગ્ય ડાયાબિટીસ કન્ટ્રોલ કરી શકાય છે…

હેલ્થ ડેસ્કઃ ભારત સહિત વિશ્વભરમાં ડાયાબિટીસની સમસ્યાએ જોર પકડયું છે. આજની જીવનશૈલીને લીધે પુખ્તવયના લોકો સાથે બાળકો પણ તેનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસને કન્ટ્રોલમાં કરવા માટે શરીરમાં શુગર લેવલને જાળવી રાખવું આવશ્યક છે. યોગ્ય ડાયટ અને એક્સર્સાઇઝથી શુગર લેવેલને નિયંત્રણમાં રાખી શકાય છે.

 

 

લોહીમાં શુગર એટલે કે શર્કરાની માત્રા વધી જાય તેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસને દૂર કરવા માટે શરીરમાંથી વધારાની શુગરને દૂર કરવી અત્યંત જરૂરી છે. ઊંડા શ્વાસ લેવામાં આવતી એક્સર્સાઇઝ કરવાથી ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. યોગ, પ્રાણાયામ, વોકિંગ સ્વિમિંગ જેવી એક્સર્સાઇઝ કરવાથી ફાયદો થાય છે. દરરોજ 1 કલાક એક્સર્સાઇઝ કરવાથી 40-50 mg/dL સુધી બ્લડ શુગર લેવલ ઓછું કરી શકાય છે. 21 દિવસ સુધી સતત એક્સર્સાઇઝ કરવાથી બ્લડ શુગર 300mg/dLથી 250 mg/dL સુધી ઘટાડી શકાય છે.

 

 

અનાજની સરખામણીએ ફળ અને લીલાં શાકભાજીનું વધારે સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાનના ડાયટમાં 50%થી વધારે ફળ અને શાકભાજીને સામેલ કરવાં જોઈએ. ડાયટના આ નિયમથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. બપોરે 12 વાગ્યા સુધી માત્ર 2-3 ફળ જ ખાવાં જોઈએ. તેની માત્રા શરીરનાં વજન પ્રમાણે નક્કી કરવી જોઈએ. તમારા વજનને 10 વડે ગુણાકાર કરીને આવતા અંક જેટલા ગ્રામનાં ફળ ખાવાં જોઈએ. લંચ અને ડિનર સમયે 2 થાળી લઈને બેસવું જોઈએ. એક થાળીમાં ટામેટાં, કાકડી, ગાજર જેવાં લીલાં શાકભાજી લઈને ખાવાં જોઈએ. તેનું સેવન કર્યા બાદ જ મુખ્ય મેન્યુની બીજી થાળીના ખોરાકનું સેવન કરવું જોઈએ. દૂધ, દહીં, નોનવેજ, ઈંડાં, માછલી, માખણ, પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ ફૂડથી બચવું જોઈએ. અમેરિકન હાર્ટ અસોસિએશનએ ફૂડ ગાઇડલાઇનમાંથી ડેરી પ્રોડક્ટને હટાવી છે. દૂધ અને તેનાથી બનતી સામગ્રી હૃદયને કમજોર બનાવે છે. ખજૂર, દ્રાક્ષ, કેરી, શેરડી, મધ જેવા કુદરતી રીતે સ્વાદે ગળ્યા પદાર્થોનું સેવન કરી શકાય છે. આ તમામ પદાર્થોમાં ફ્રુક્ટોઝ રહેલું હોય છે, જે લોહીમાં ભળતું નથી. રિફાઇન શુગરથી બનતી મીઠાઈ અને પેકેજ્ડ ફૂડનું સેવન ટાળવું જોઈએ.

(Visited 33 times, 1 visits today)