20 નવેમ્બરના રોજ ગણેશજીની કૃપાથી બુધવાનો દિવસ વૃષભ જાતકો માટે કેવો રહેશે, ધનલાભના યોગ બનશે….

ધર્મ દર્શન ડેસ્કઃ 20 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-
પોઝિટિવઃ- યાત્રાનો યોગ બનશે અને આ યાત્રાઓ તમારી માટે આનંદદાયક રહેશે. ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તે તમારા ક્ષેત્રમાં સારું કાર્ય કરશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
નેગેટિવઃ- પરિવારમાં કોઇ મોટી હલચલ થઇ શકે છે. પરિવારના કોઇ ઉંમરલાયક વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે તથા કોઇ વાતને લઇને પરિવારમાં વિવાદ પણ થઇ શકે છે.
લવઃ- આ સમય દાંપત્ય જીવનને લઇને તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારું આરોગ્ય એકદમ સારું રહેશે.

વૃષભઃ-
પોઝિટિવઃ- તમારી યોજનાઓ આજે ફળશે અને ધનલાભ થશે. તમે કોઇ કળાત્મક કાર્યમાં પણ ભાગ લઇ શકો છો. પરિવારમાં સમરસતા વધશે. પરિવારમાં કોઇ માંગલિક અથવા ધાર્મિક કાર્યનું આયોજન થઇ શકે છે.
નેગેટિવઃ- તમારે સ્થિરતા અને ગંભીરતા પૂર્વક વિચાર કરીને કોઇ કાર્ય કરવું જોઇએ. ઠોસ નિર્ણય લેવાનો પ્રયત્ન કરવો તમારી માટે સૌથી કારગર રહેશે. આજે તમને સારી સફળતા મળી શકે છે.
લવઃ- તમારા પ્રેમમાં કોઇપણ પ્રકારની ખોટ હશે નહીં.
વ્યવસાયઃ- આકસ્મિક ધનલાભ થવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

મિથુનઃ-
પોઝિટિવઃ- ઘરથી દૂર રહેતાં અથવા વિદેશમાં કામ કરી રહેલાં લોકોને ઘરે પાછા ફરવાનો અવસર મળી શકે છે. તમારું પ્રદર્શન કાર્યક્ષેત્રમાં પણ સારું રહેશે. તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે.
નેગેટિવઃ- આજે તમે કોઇ યાત્રા પર જઇ શકો છો. યાત્રા દરમિયાન તમને કોઇપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મંગળની સ્થિતિ પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવનું કારણ બની શકે છે.
લવઃ- કોઇ અન્ય વ્યક્તિની વાતો ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આર્થિક લાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

કર્કઃ-
પોઝિટિવઃ- તમે તમારો સમય પરિવારના લોકો સાથે વિતાવવાનો પ્રયાસ કરશો. જે તમને આંતરિક સુખ આપી શકે છે. આ દરમિયાન તમે થોડાં એવા નિર્ણય લઇ શકો છો જે સંપૂર્ણ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
નેગેટિવઃ- સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરો. માત્ર વાતો કરતાં રહેવાથી કશું જ હાંસલ થશે નહીં. તમે એકલાં હાથે બધું જ કામ કરી શકો તેમ છો, પરંતુ તમારું કામ તમે તમારા સાથીમાં વહેંચી શકો છો.
લવઃ- કોઇ પ્રિયજન સાથે તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે.
વ્યવસાયઃ- આ દિવસ તમને મોટી સફળતા અપાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય એકદમ સારું રહેશે.

સિંહઃ-
પોઝિટિવઃ- તમારા સ્વભાવમાં ધાર્મિકતાની વૃદ્ધિ થશે અને તમે તીર્થ યાત્રા પર પણ જઇ શકો છો. નાની યાત્રાઓ તમને માનસિક સંતુષ્ટી આપશે અને તમારી માટે લાભના માર્ગ ખુલ્લા કરશે. વેપારમાંવૃદ્ધિના યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ- તમારું સંતાન તેના માર્ગથી ભટકી શકે છે, તેમને એક મિત્રની જેમ તમારે સંભાળવું પડશે. તમારી શિક્ષામાં મુશ્કેલીઓ આવી શકે છે અને તમારે વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવો પડી શકે છે.
લવઃ- સૂર્ય ગોચર થવાથી તમારી બંને વચ્ચે ખોટી વાતોને લઇને વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- આજે તમને ભાગ્યનો સાથ મળશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત વિકારથી બચવાનો પ્રયાસ કરો.

કન્યાઃ-
પોઝિટિવઃ- પરિવારમાં કોઇ શુભ કાર્ય સંપન્ન થઇ શકે છે. તમારા પરિવારમાં કોઇના લગ્ન અથવા સંતાન જન્મના શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને તમને અધિકારોની વૃદ્ધિ થશે.
નેગેટિવઃ- ભાઈ-બહેનોનું સ્વાસ્થ્ય પરેશાન કરશે અને તેમનો મિજાજ પણ આજે અસમાન્ય રહેશે. શનિ અને કેતુની યુતિના કારણે તમારા વરિષ્ઠ અધિકારી કોઇ વાતને લઇને તમારાથી નિરાશ થઇ શકે છે.
લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે તમારી બંને વચ્ચે તણાવનું વાતાવરણ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સારી ઉન્નતિ જોવા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- અવ્યવસ્થિત દિનચર્યા અથવા બહારનું ભોજન તમને કોઇ શારીરિક સમસ્યામાં ફસાવી શકે છે.

તુલાઃ-
પોઝિટિવઃ- ઉત્તમ વ્યંજન ખાવાનો અવસર મળશે અને સંબંધીઓ તથા મિત્રો સાથે સમય વિતાવશો. આ સમયે આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારું મન લાગશે અને ધાર્મિક ક્રિયાઓમાં ધન ખર્ચ થશે.
નેગેટિવઃ- માનસિક દ્રષ્ટિએ તમે મજબૂત રહેશો પરંતુ શનિની સાડાસાતી તમને સમયે-સમયે તણાવ આપતી રહેશે. મંગળનું સ્વાભાવિક બળ તમને આત્મ બળ પ્રદાન કરશે અને તમે દરેક ચુનોતીઓનો સામનો કરવા માટે તૈયાર રહેશો.
લવઃ- બિનજરૂરી વિવાદ ઉત્પન્ન થવાના કારણે પ્રેમીજનોને એકબીજાથી દૂર રહેવાનું થઇ શકે છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને જરૂર લાગશે ત્યાં તેઓ તમારી આર્થિક મદદ પણ કરશે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
નેગેટિવઃ- ઝગડાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આ દરમિયાન કોઇ વ્યક્તિને અપશબ્દો કહેવા નહીં. આ સમયે તમારા ખર્ચમાં વધારે થવાની શક્યતા છે.
લવઃ- તમારો પ્રેમ સંબંધ સામાન્ય ગતિથી ચાલતો રહેશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ તમારી સામે આવી શકે છે.

ધનઃ-
પોઝિટિવઃ- તમારા પરિવારમાં સુખ આવશે અને ઝગડા પૂર્ણ થશે. પરિવારના લોકો ધાર્મિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશે અને તમારા પરિવારમાં શુભ માંગલિક કાર્ય થશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારી અનુકૂળ રહેશે.
નેગેટિવઃ- આ સ્થિતિ તમારી માટે યોગ્ય રહેશે નહીં. વધારે વિચાર કરવામાં તમારૂં મન લગાવશો નહીં. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો અને તમારા પ્રિયજન સાથે સમય વિતાવો.
લવઃ- તમારું લગ્નજીવન આ સમયે સામાન્ય કરતાં વધારે સારું રહે તેવી શક્યતા છે.
વ્યવસાયઃ- કઠોર પરિશ્રમથી વ્યાપારિક ગતિવિધિઓમાં વિસ્તાર થશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય એકદમ સારું રહેશે.

મકરઃ-
પોઝિટિવઃ- તમે સારા નિર્ણય લેશો. તેની સાથે-સાથે તમારી બુદ્ધિમત્તાનો વિકાસ થશે અને તમે બીજાને જરૂર પડે ત્યારે સારી સલાહ પણ આપી શકો છો. તમે આધ્યાત્મિક રૂપથી ઉન્નત રહેશો.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મિઓ સાથે વધારે સમય વિતાવો. ગપ્પાબાજીથી દૂર રહો. દુશ્મન પક્ષ આ સમય તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આજે તમારે કોઇપણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે.
લવઃ- પ્રેમ સંબંધિત મામલે આ સમય સારો છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થશે.
સ્વાસ્થ્યઃ- પેટની સમસ્યા પરેશાન કરી શકે છે.

કુંભઃ-
પોઝિટિવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે અને કોમ્પિટીશનમાં સફળતા મળશે. તમારી કોઇ મોટી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. ઇચ્છા પૂર્ણ થવાથી તમને સુખ મળશે. આજે તમારી આવકમાં પણ વધારો થઇ શકે છે.
નેગેટિવઃ- તમારી માટે ખોટી પરેશાનીઓ વધે તેવી સંભાવના છે. કોઇપણ કાર્ય કરવા માટે આત્મવિશ્વાસની કમી રહેશે. આજે તમે કોઇ નિર્ણય લેવામાં અસફળ રહી શકો છો.
લવઃ- પ્રેમી સાથે લગ્ન સંબંધમાં જોડાવા ઇચ્છતા લોકો આ બાબતે આજે નિર્ણય લઇ શકે છે.
વ્યવસાયઃ- તમારા વેપારમાં મોટો નફો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આ સમયે તમને પરેશાન કરશે.

મીનઃ-
પોઝિટિવઃ- નવી વસ્તુઓ શીખવા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા રહેશે. વિદેશી સંપર્કોથી લાભના માર્ગ મળી શકશે અને વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. ઘરમાં સુખ આવશે.
નેગેટિવઃ- આજે તમારા ખર્ચાઓ વધી શકે છે, જેના ઉપર તમારે નિયંત્રણ રાખવાની જરૂર છે. રોકાણ અને નવું કાર્ય શરૂ કરશો નહીં. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો.
લવઃ- પ્રેમમાં પડેલાં જાતકો માટે આ સમય થોડો પરેશાનીભર્યો રહી શકે છે.
વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે.
સ્વાસ્થ્યઃ- કાર્યમાં વ્યસ્તતાના કારણે તમને થાકનો અનુભવ થશે.

(Visited 52 times, 1 visits today)