નિત્યાનંદાનો માતા-પિતાને લઇ ખુલાસો કર્યો, મારી માતાનાં મિત્રએ કર્યું મારૂ કંઈક આવું…

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.

નિત્યાનંદીતાએ સોશિયલ મીડિયાની મદદથી વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘હું મરજીથી પ્રવાસે નીકળી છું, હું ખુબ જ ખુશ છું. મારુ અપહરણ નથી થયું. હું હાલ પ્રવાસમાં છું. મારા માતા- પિતા તકલીફ ઉભી કરી રહ્યા છે. પરિવારની સમસ્યા જાહેર કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ મારી માતાનું જગદિશ નામના યુવક સાથે અફેર હતું. તે યુવકે મારૂં પણ શારીરિક શોષણ કર્યું હતું. હું મારા માતાપિતાથી ભાગી નથી રહી પરંતુ હું મારી જાતને બચાવી રહી છું.’ મારા પિતાએ નાણાની ઉચાપત કરી ત્યારથી વિવાદ સામે આવ્યો છે. મારૂં અપહરણ થયું હોવાની વાતો પાયા વિહોણી છે. મેં મરજીથી આ માર્ગે પસંદ કરેલો છે. મારા માતાપિતાના તમામ આક્ષેપો ખોટા છે.’

(Visited 55 times, 1 visits today)