આજના સમયમાં કેટરીના કૈફ બૉલીવુડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે. કેટરીના કૈફે 2003 માં રજૂ થયેલી ફિલ્મ “બૂમ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બૂમ ફિલ્મની નિષ્ફળતા બાદ કેટરીનાએ હાર ન માની અને સખત મહેનત કર્યા પછી તે ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ પછી કેટરીનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
કેટરીના કૈફ અને સલમાન ખાનની મિત્રતા લાંબા સમય પહેલા ખુબ ચર્ચામાં રહી હતી. સુત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે, સલમાન ખાન અને કેટરીના કૈફ લગ્ન પણ કરવા જઇ રહ્યા હતા. પરંતુ કોઈ કારણસર તેમની સ્ટોરી ત્યાંજ થમી ગઈ. 2017 માં આવેલી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ ની સફળતા બાદ કેટરીના કૈફ અને સલમાન ખાન ફરી એક સાથે જોવા મળ્યા. એક અહેવાલ મુજબ, એવું કહેવામાં આવે છે કે સલમાન અને કેટરીના ફરીથી એકબીજાની નજીક આવી ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે, કેટરીના સલમાન જોડે લગ્ન કરી શકે છે. જોકે સલમાન ખાન તરફથી આ વાતની કોઈ પૃષ્ટિ નથી થઈ.