એડલ્ટ ફિલ્મ સ્ટાર ‘શકીલા’ની બાયૉપિકનું પૉસ્ટર રીલીઝ, માએ ધકેલી હતી પ્રોસ્ટિટ્યૂશનમાં

રિચા ચડ્ડાની આગામી ફિલ્મ ‘શકીલા’નો પહેલો લૂક સામે આવી ચુક્યો છે. પોતાના આ લૂકમાં રિચા તદ્દન અલગ લાગી રહી છે. આ ફિલ્મમાં રિચા શકીલાનું પાત્ર નિભાવી રહી છે. શકીલા દક્ષિણ ભારતીય એડલ્ટ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી છે. આ ફિલ્મ તેની બાયોપિક છે. રિચા આ પૉસ્ટરમાં ઘણા બધા સોનાનાં ઘરેણા અને નેકલેસ સાથે જોવા મળી રહી છે.

 

શકીલા 90નાં દશકમાં સાઉથની એડલ્ટ ફિલ્મોમાં જોવા મળતી હતી. શકીલાનાં આ પોસ્ટરમાં રિચાની પાછળની દિવાલ પર, ‘એક ખાન થઈને આવું કામ?’, ‘કેટલી કાળી છે…’ જેવી વાતો લખવામાં આવી છે. આ બાયૉપિકને ઇન્દ્રજીત લંકેશ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ અત્યારે કર્ણાટકમાં ચાલી રહ્યું છે. વાત કરીએ અભિનેત્રી શકીલાની તો તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ રહી છે. તેણે બે દશક સુધી દક્ષિણ ભારતીય એડલ્ટ ફિલ્મો પર રાજ કર્યું. આ દરમિયાન તેણે મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની અનેક ફિલ્મોમાં કામ કર્યું. સિલ્ક સ્મિતા બાદ શકીલા દક્ષિણ ભારતીય એડલ્ટ ફિલ્મોની સૌથી પૉપ્યુલર સ્ટાર હતી.

90નાં દશકમાં મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને ઘણી મુશ્કેલીથી કામ મળતુ હતુ. તે સમયે શકીલાએ સાઉથની જાણીતી એક્ટ્રેસ સ્લિક સ્મિતા સાથે ફિલ્મ ‘પ્લેગર્લ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શકીલા સપોર્ટિંગ રૉલમાં હતી. ‘પ્લેગર્લ’ દ્વારા શકીલા રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને તે એ સમયની સૌથી વધુ ફીસ લેનારી અભિનેત્રી બની ગઈ હતી.

(Visited 116 times, 1 visits today)