જાણો જમ્મુ-કાશ્મીર કુપવાડા અને ગુરેજમાં ભયંકર બરફનું તોફાન થયું, સેનાનાં 2 જવાન ગુમ થયા…

જમ્મુ-કાશ્મીરમાં બર્ફીલા તોફાને કહેર વર્તાવ્યો છે. સેનાના બે જવાન આ તુફાનમાં ગુમ થયા છે. કુપવાડા જિલ્લાના તંગધાર અને ગુરેજમાં આવેલા વિનાશક તોફાને ભારે તબાહી મચાવી છે જેમાં સેનાના બે જવાન લાપતા થયા છે. આ બંને જવાનોને હેમખેમ પરત લાવવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. કાશ્મીરમાં બરફના તોફાનમાં સેનાના બે જવાન આવ્યા હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ પહેલા દુનિયાના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં 18થી 30 નવેમ્બરે આવેલા તોફાનમાં સેનાના 6 જવાન શહિદ થઈ ચુક્યા છે. સિયાચિનમાં 30 નવેમ્બરે આવેલા ભયંકર તોફાનમાં ભારતીય સેનાના બે જવાન શહિદ થયા હતા. દક્ષિણી સિયાચિન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઉંચાઈ પર સેના પેટ્રોલિંગ પાર્ટી તોફાનથી ઘેરાતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. રેશ્ક્યુ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તમામ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી આ દરમિયાન જ સેનાના હેલિકોપ્ટર્સને જવાનોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ટીમે તમામ પ્રયાસો વચ્ચે સેનાના જવાનોના જીવ બચાવી શકાયા ન હતા.

 

સિયાચિન ગ્લેશિયરમાં 18 નવેમ્બરે ભારતીય સેનાની પોસ્ટ બરફના તોફાનો વચ્ચે ઘેરાઈ હતી. આ ઘટનામાં 4 જવાન શહિદ થયા છે. જ્યારે બે સ્થાનિક નાગરિકોના મોત થયા છે, એ દિવસે 8 સભ્યોની પેટ્રોલિંગ ટીમ તોફાનમાં ઘેરાઈ ચુકી હતી. રેસ્ક્યુ ટીમે તોફાનમાંથી 8 સભ્યોને બહાર કાઢ્યા હતા, જેમાં 4 જવાન સારવાર દરમિયાન શહિદ થયા છે. મૃતકોમાં બે સ્થાનીક લોકોનો પણ સમાવેશ થાય છે. બરફનું તોફાન નોર્દન ગ્લેશિયરમાં આવ્યુ હતુ જ્યાંની ઉંચાઈ 18,000 ફુટથી પણ વધારે છે. જે જવાનો બરફના તોફાનનો સામનો કરી રહ્યા છે તે તમામ પેટ્રોલિંગ પાર્ટીના સભ્યો હતા.જ્યારે તોફાન આવ્યુ ત્યારે આ તમામ સભ્ય તેમની કામગીરી કરી રહ્યા હતા.

(Visited 37 times, 1 visits today)