બોલીવુડમાં અભિયાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક મહિલાઓ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવોને શેર કરી રહી છે. બોલીવુડમાં તનુશ્રી દત્તા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાને સૌને હચમચાવી દીધા છે. હવે ફિલ્મ ‘રંગીલા રાજા’ની એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રીએ બોલીવુડનાં એક વ્યક્તિ પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે.
અનુપમાએ કહ્યું કે, “હું મુંબઈમાં નવી-નવી હતી. હું એક વ્યક્તિને મળી જેણે કહ્યું કે તારે આવુ-તેવું કરવું પડશે. હું તેનું નામ જણાવવા નથી ઇચ્છતી. હું તેની નિયત સમજી ગઈ હતી તેમ છતા મે આનો મતલબ પુછ્યો. તે વ્યક્તિએ જવાબમાં કહ્યું કે, તને ખબર છે હું શું કહી રહ્યો છું. મે તેને કહ્યું કે પોલીસ સ્ટેશન પાસે જ છે. આભાર છે કે વાત આગળ ના વધી અને મે ફિલ્મમાં કામ ના કર્યું.” અનુપમા બોલીવુડ એક્ટર ગોવિંદની સાથે ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પહલાજ નિહલાની કરી રહ્યા છે. ફિલ્મમાં શક્તિ કપૂર પણ જોવા મળશે. ‘રંગીલા રાજા’માં ગોવિંદા મેટ્રો લૂકમાં જોવા મળશે. #MeTooની વાત કરીએ તો આમાં ઘણી બધી ફરિયાદો નોંધાવવામાં આવી છે. CINTAA અને IFTDA જેવી સંસ્થાઓએ પણ આ મામલાઓને ગંભીરતાથી લીધા છે.