દિવ્યા દત્તાનો પત્ર વાંચીને રડી પડી કેન્સર પીડિત સોનાલી

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જ્યારથી હાઈગ્રેડ કેન્સર થયાની જાહેરાત સાંભળીને આખુ બોલિવુડ ચિંતાતુર બન્યું છે. હજી થોડા દિવસ પહેલા જ સોનાલી બેન્દ્રે ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ રિયાલિટી શોના મંચ પર દેખાઈ હતી. બે દિવસ પહેલા જ તેણે ટ્વિટ કરીને પોતાને કેન્સર હોવાની જાણ કરી હતી. સોનાલી બેન્દ્રેના આ સમાચાર જાણીને એક્ટ્રેસ દિવ્યા દત્ત અવાક રહી ગઈ હતી. તેણે સોનાલી બેન્દ્રેને યાદ કરીને એક ભાવુક પત્ર લખ્યો છે.

દિવ્યાએ પત્રમાં લખ્યું કે, કેવી રીતે બંનેએ બોલિવુડમાં એક્ટિંગમાં સાથે ટ્રેનિંગ લીધી હતી અને આજે પણ તેમની મિત્રતા યથાવત છે. દિવ્યાએ કહ્યું કે, સોનાલી ઈન્ડસ્ટ્રીઝમાં મારી પહેલી મિત્ર છે. જેની સાથે તમે તમારી જિંદગીની શરૂઆત કરો છો, તે તમારા માટે હંમેશા સ્પેશિયલ હોય છે, અને સોનાલી મારી જિંદગીમાં એટલી જ ખાસ છે. મને યાદ છે, જ્યારે સ્ટારડસ્ટ એકેડમીમાં મારુ સિલેક્શન થયું હતું. 50 હજાર કેન્ડીડેટ્સમાં બે યુવતીઓ અને ચાર યુવકોનું સિલેક્શન એક્ટિંગ માટે થયું હતું. અહી મારી મુલાકાત પરી જેવી એક છોકરી સોનાલી સાથે થઈ હતી. તેને જોઈને જ હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મને લાગ્યું કે, આટલું સુંદર કોણ હોઈ શકે.

આમ, દિવ્યા દત્તએ સોનાલી માટે એટલો ભાવુક પત્ર લખ્યો કે, વાંચનારા પણ ભાવુક થઈ ગયા હતા. તો બીજી તરફ, સોનાલીએ પણ દિવ્યાના આ પત્રનો જવાબ આપ્યો હતો. સોનાલી બેન્દ્રેએ જવાબમા લખ્યું કે, બસ, હવે રડાવીશ કે શું….

(Visited 173 times, 1 visits today)