ઘર ઘરમાં ‘નાગિન’નાં નામથી જાણીતી બનેલી અભિનેત્રી મૌની રૉય આજે દેશની જાણીતી એક્ટ્રેસ છે. અત્યારે તે વેકેશન્સ મનાવી રહી છે. આ દરમિયાન મૌનીની ઘણી તસવીરો સામે આવી છે. મૌની આ તસવીરોમાં ઘણી જ સુંદર લાગી રહી છે. મૌની રૉય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘મેડ ઇન ચાઇના’ જેવી ફિલ્મોમાં મહત્વનાં પાત્રમાં જોવા મળશે. મૌનીએ પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે જે તેના ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં મૌનીનો હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે. મૌનીની સુંદરનાં ઉડીને આંખે વળગે તેવી છે.
ઉલ્લેખનીય છે કે મૌનીએ ટીવી સીરિયલમાં ‘નાગિન’નું પાત્ર ભજવીને ચર્ચા જગાવી હતી. તેણે ફિલ્મ ‘ગૉલ્ડ’થી બોલીવુડમાં પણ ડેબ્યૂ કર્યું છે. આ ઉપરાંત લેકમે ફેશન વીકનાં ત્રીજા દિવસે વિદ્યા બાલન પણ શૉ સ્ટોપર બની હતી. બ્લેક કલરની સાડીમાં એક્ટ્રેસ ઘણી જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેતા ફરહાન અખ્તર પોતાના ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે પહોંચ્યો હતો. તે કૂલ અંદાજમાં જોવા મળ્યો હતો અને હેન્ડબેંડ લગાવી હતી. તો શિબાની પણ ઘણી જ સુંદર લાગી રહી હતી.
મૌની રૉય બોલીવુડનાં શાનદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી સાથે ફિલ્મ ‘બોલે ચુડીયા’માં પણ જોવા મળશે. બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે.