વિશ્વનું સૌથી પ્રખ્યાત પીણું એ tea, જાણો દુનિયાની સૌથી મોંઘી કિંમતોની ચા વિશે…

ચાને વિશ્વનું સૌથી પ્રખ્યાત પીણું માનવામાં આવે છે. મહેમાનોની આગતા-સ્વાગતા હોય, મિત્રોની ગપશપ હોય ત્યાં ચાની પ્યાલી વગર બધુ અધુરૂ લાગે છે. સામાન્ય રીતે લોકોએ એક કે બીજી રીતે ચા જ ટેસ્ટી હોય છે. જ્યારે દુનિયાભરમાં આ ઘણાં પ્રકારના ફ્લેવરમાં મળે છે. આવો આજે દુનિયાની સૌથી મોંઘી ચા વિશે જાણીએ. એક રિપોર્ટ અનુસાર, ચીનના વુઈસન વિસ્તારમાં એક અત્યંતે ખાસ પ્રકારની ચા મળે છે. ડા હોન્ગ પાઓની આ ચાને સંજીવની કહીએ તો તેમાં કાંઈ ખોટું નથી. રિપોર્ટનું માનીએ તો ચા પીવાથી માણસ ઘણાં બધા રોગોમાંથી મુક્ત થઈ શકે છે. એના કારણે જ આ ચાની કિંમત લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ઉલોન્ગ ચાની જેવી દેખાતી તૈગુઆનઈન ટાનું નામ બૌદ્ધ ગુરૂ તૈગુઆનઈનના નામ પર રાખવામાં આવ્યું હતું. આજે આ દુનિયાની સૌથી કિંમતી ચાના લિસ્ટમાં સામેલ છે. બ્લેક એન્ડ ગ્રીન ટીને મેળવીને બનતી આ ચાનો સ્વાદ અત્યંત અલગ હોય છે. કહેવામાં આવે છે કે, આને ઉકાળવાથી તેનો રંગ પણ બદલાય જાય છે. આ ચાની પત્તી સાત વાર બનવા પર પણ પોતાનો સ્વાદ નથી છોડતી. તૈગુઆનઈન ટીની કિંમત લગભઘ 21 લાખ રૂપિયા છે.

પાંડા ડંગ ટી પણ દુનિયાની સૌથી મોંઘી ચામાં ગણાવામાં આવે છે. આના એક કપની કિંમત લગભગ 14 હજાર રૂપિયા છે. આ ચાને ઉગાડવા માટે જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પાંડાના મળનો સમાવેશ થાય છે. પાંડા ફક્ત વાંસ ખાય છે જેથી તેના શરીરને 30 ટકા ન્યુટ્રીશન મળે છે, બાકી 70 ટકા ખાતર દ્રારા ચાની પેદાશને વધારે છે. બ્રિટિશ ટી કંપની પીજી ટિપ્સના સંસ્થાપકના 75માં જન્મદિને કઈક ખાસ કરવા માટે આ ટી બેગને તૈયાર કરવામાં આવી હતી. ટી-બેગમાં 280 હીરા જોડવામાં આવે છે જેનાથી બનાવવામાં 3 મહિનાનો સમય લાગે છે. આ ચાની કિંમત 9 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

 

વિન્ટેજ નાર્કિસસ ચા સાથે જોડાયેલ ઘણાં કિસ્સા અને કહાનીઓ છે. આ ચાની પૃષ્ઠભૂમિ પણ ચીન સાથે જોડાયેલી છે. હાલ આ ચાના બગીચાઓનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું છે. પરંતુ છેલ્લી વાર જ્યારે આ ચા વેચાઈ હતી ત્યારે તેની કિંમત 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. સિંગાપોરમાં ઉગતી આ ચાની પત્તીઓ પાળી હોય છે અને બન્યા પછી આનો રંગ સોનેરી થઈ જાય છે. આની ખેતી થયા બાદ વર્ષમાં આને ફક્ત એક વાર જ તોડવામાં આવે છે. આની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હોય છે. આ ચાને બનાવવા પત્તીઓની નહિં પણ જાનવરોના મળનો ઉપયોગ કરવામાં આવે છે. તાઈવાનના ખેડૂતો કીડાનું મળ એકઠું કરીને આ ચા તૈયાર કરે છે. ચાઈનીઝ યુન્નાનમાં આ ચાને 70 હજાર રૂપિયે પ્રતિ કિલોગ્રામ વેચવામાં આવી હતી.

(Visited 114 times, 1 visits today)