ભૂષણ કુમારના બચાવમાં આવી તેની પત્ની દિવ્યા કહ્યુ કે…

બોલીવુડમાં આજકાલ અભિયાન આગની જેમ પ્રસરી રહ્યું છે. નાના પાટેકર, સુભાષ ઘાઈ, આલોકનાથ બાદ હવે ટી-સીરીઝના ચેરમેન ભૂષણકુમાર પર યૌનશોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોતાની આપવીતી પર પીડિતાએ લખ્યું કે, મને 3 ફિલ્મોમાં ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ મને ફિલ્મમાંથી ફક્ત એટલા માટે કાઢી મૂકવામાં આવી કે ટી-સીરીઝના ચેરમેન ભૂષણકુમાર સાથે મે સુવાનીના પાડી દીધી હતી. પીડિતા એમ પણ કહ્યું કે, મેં ભૂષણકુમારને એટલા માટે ના પાડી કે હું કામ અને આનંદ માટે કોઈની સાથે સુતી નથી, જો ફિલ્મ મેળવવા આ બધું કરવું પડે તો હું બેકઆઉટ કરૂ છું.

બાદમાં ભૂષણકુમારે ધમકી આપી કે જો આ અંગે કોઈને કહીશ તો ક્યારેય ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા દઈશ નહીં. પીડિતાનું કહેવું છે કે, આ ઘટના ત્રણ વર્ષ પહેલાંની છે. જે પરિવારના સપોર્ટથી આજે કહી રહું છું. હું એવી કેટલીક યુવતિઓ વિશે જાણું છું જે પોતાનો અવાજ ઉઠાવી શકતી નથી. બીજી તરફ ભૂષણકુમારે આ આરોપોને નકારી કાઢ્યા છે અને મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે. સાથે જ મામલાની તપાસ કરવાની વિંનતી કરી છે.

જ્યારે ભૂષણકુમારની પત્નીએ પતિના સપોર્ટમાં આવીને કહ્યું કે, ટી-સીરીઝ આજે જે મુકામ પર છે, એમાં મારા પતિની સખત મહેનત કારણભૂત છે.લોકોતો ભગવાન કૃષ્ણ પર પણ આરોપ લગાવતા ખચકાતા નથી, આ અભિયાનનો એક ખરાબ ભાગ એ છે કે કેટલાક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે.

(Visited 38 times, 1 visits today)