આજનું રાશિફળ ગણેશજીની કૃપાથી કેવો દિવસ રહેશે, ખર્ચા ઉપર નિયંત્રણ કેમ રાખવું….

મેષઃ-
પોઝિટિવઃ- ગણેશજી કહે છે આજનો દિવસ તમારી માટે શુભ રહેશે. તમે તમારી વાણીની મધુરતાથી અન્ય લોકોના મન ઉપર પોઝિટિવ છાપ છોડી શકશો. આર્થિક કાર્ય પણ આજે સુખપૂર્વક સંપન્ન થશે. મિત્રો અને સ્નેહીજનો સાથે ભેટ થશે.
નેગેટિવઃ- સમજી-વિચારીને કામ કરો, અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. આ સમયગાળા દરમિયાન ગુસ્સો વધારે રહેશે. માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે.
લવઃ- જીવનસાથી સાથેનો મધુર સંબંધ તમારા જીવનમાં ઉન્નતિનો માર્ગ લાવી શકે છે.
વ્યવસાયઃ- કઠોર પરિશ્રમથી બધા કાર્યોમાં સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં મોટું નુકસાન થશે નહીં.

વૃષભઃ-
પોઝિટિવઃ- તમારા દરેક કાર્યમાં આત્મવિશ્વાસ છલકાશે. આર્થિક યોજનાઓ પણ સરળતાપૂર્વક બનાવી શકશો. શારીરિક તથા માનસિકરૂપથી પ્રસન્નતાનો અનુભવ થશે. વસ્ત્રાભૂષણ અને આનંદ-પ્રમોદ પાછળ ખર્ચ થશે.
નેગેટિવઃ- નેગેટિવ વિચારોથી દૂર રહેવું જોઇએ. કાર્યભાર વધારે રહેશે પરંતુ આકરી મહેનતથી કાર્યોમાં સફળતા મળશે. વધારે પરિશ્રમથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિઓ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં સારો નફો થશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય દ્રષ્ટિએ ઠીક રહેશે.

મિથુનઃ-
પોઝિટિવઃ- સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં મન લાગશે. આજનો દિવસ મોજ-શોખ અને મનોરંજન પાછળ ખર્ચ થશે. આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની સાથે-સાથે તમે પારિવારિક જીવનમાં પણ સુખ-સંતોષની ભાવના અનુભવ કરશો.
નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ નબળી થવાની સંભાવના રહેશે. જેટલી મહેનત કરશો તેટલું જ ફળ પ્રાપ્ત થશે. અન્ય લોકોના કામમાં દખલ આપશો નહીં.
લવઃ- સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાના સહયોગની જરૂરિયાત પડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યસ્થળ પર વિવાદની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કસરત કરવાની જરૂર છે.

કર્કઃ-
પોઝિટિવઃ- ગણેશજીની કૃપાથી આવકમાં વૃદ્ધિ અને વેપારમાં લાભ થશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણ વિતાવવા મળશે. મિત્રો સાથે ફરવા જવાનું આયોજન થઇ શકે છે. કુંવારા લોકો માટે લગ્નના યોગ બનશે.
નેગેટિવઃ- જેવું કામ કરશો, તેવું જ ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં અચાનક ફાયદો થઇ શકે છે. આ સમયે સમજી-વિચારીને જ કોઇ નિર્ણય લેવાની જરૂરિયાત છે. થોડાં મામલાને લઇને મનમાં શંકા અને અનિશ્ચિતતાનું વાતાવરણ રહેશે.
લવઃ- તમે તમારા પ્રેમીજનને તમારા મનની વાત વ્યક્ત કરી શકો છો.
વ્યવસાયઃ- કારોબારમાં રોકાણના નવા અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો અને કાનનો દુખાવો રહી શકે છે.

સિંહઃ-
પોઝિટિવઃ- પરિવાર અને સંતાનના વિષયમાં તમને આનંદ સાથે-સાથે સંતોષનો પણ અનુભવ થશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાથી તમારું મન પ્રસન્ન થશે. વેપાર માટે બહારગામ જવાનું થઇ શકે છે, જે લાભદાયક રહેશે.
નેગેટિવઃ- વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો. કાર્યભાર વધારે હોવાથી શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક ઉલ્લાસમાં ઘટાડો આવી શકે છે. પરિવારમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ સારી રહેશે.
વ્યવસાયઃ- અચાનક લાભના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- તાવ આવી શકે છે.

કન્યાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ શાંતિથી પસાર થશે. આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દિવસ સારો છે. વ્યવસાય કરતાં લોકોને યશ અને સફળતા મળશે. સહકર્મચારીઓનો પૂર્ણ સહકાર તમને મળી શકશે.
નેગેટિવઃ- નિર્ધારિત કાર્ય સંપન્ન થઇ શકશે નહીં જેથી નિરાશાનો અનુભવ થઇ શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય અથવા તેના વિષયમાં નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. ગુસ્સો વધારે રહેશે.
લવઃ- તમારે સાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવા તે તમારી જ જવાબદારી છે.
વ્યવસાયઃ- કાર્યસિદ્ધિ અને લક્ષ્મી બંનેની પ્રાપ્તિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શુક્રનું ગોચર સ્વાસ્થ્યને પુષ્ટ રાખવામાં મદદગાર સાબિત થશે.

તુલાઃ-
પોઝિટિવઃ- આજનો તમારો દિવસ બૌદ્ધિક કાર્ય અને ચર્ચામાં વિતશે. તમે તમારી કલ્પનાશક્તિ અને સર્જનશક્તિને કાર્યમાં જોડશો. ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે. મિત્રો પાસેથી સહકાર મળશે.
નેગેટિવઃ- નિરાશા માનસિક રૂપથી અસ્વસ્થ બનાવશે. જેના કારણે શારીરિક રૂપથી તમે અસ્વસ્થતાનો અનુભવ કરશો. પ્રવાસ માટે આજનો દિવસ અનુકૂળ નથી. સાંજ પછી તમે વધારે સહનશીલ બનશો.
લવઃ- જીવનસાથી સાથે સામાન્ય સંબંધ જળવાશે.
વ્યવસાયઃ- વિદેશમાં રહેતાં લોકોને સારા સમાચાર મળશે. ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- રાહૂનું પાપગ્રહી ગોચર તમને સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન કરી રહ્યું છે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજની કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં ખૂબ જ નિર્ધારપૂર્વર નિખાર આવશે. સાંજ પછી સમય અનુકૂળ રહેશે. ભાઈઓ સાથે મહત્તવપૂર્ણ વિષયો ઉપર ચર્ચા થશે. બહાર જવા માટે આજનો દિવસ સારો છે.
નેગેટિવઃ- દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ક્ષેત્રે રસ વધશે. ગુસ્સો વધારે રહેવાથી વિવાદ થવાની સંભાવના રહેશે. આધ્યાત્મિકતાની મદદ લેવાથી મન શાંત થશે.
લવઃ- આ સમયે દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- આજે તમારા માટે વ્યાવસાયિક ક્ષેત્ર લાભકારી રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારે માનસિક અને શારીરિક બંને પ્રકારે મહેનત કરવાની જરૂર છે.

ધનઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ ગૃહસ્થજીવનની દ્રષ્ટિથી આનંદમય રહેશે. પરિવારજનો સાથે આનંદનું વાતાવરણ જળવાયેલું રહેશે. સાંજ પછી મિત્રો સાથે મળવાનું થઇ શકશે અને સારા સ્થળે ફરવા જવાનું થશે.
નેગેટિવઃ- કોઇ ખોવાયેલી વસ્તુ મળવાની સંભાવના છે. વધારે ખર્ચ થવાની સંભાવના છે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખવો, જેથી પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે.
લવઃ- પ્રેમી સાથે તમારી ભાવનાઓ પ્રબળ થશે અને વિશ્વાસ વધશે.
વ્યવસાયઃ- વેપારમાં પ્રમોશનના યોગ છે.
સ્વાસ્થ્યઃ- આજે તમને થાકનો અનુભવ થશે.

મકરઃ-
પોઝિટિવઃ- વૈચારિક દ્દઢતા અને સમતોલ વિચારધારાથી કાર્યને સંપન્ન કરવું સરળ થશે. આજના દિવસે બૌદ્ધિક કાર્ય, નવસર્જન અને લેખન-પ્રવૃત્તિમાં તમે ગુંચવાયેલાં રહેશો. ધાર્મિક યાત્રાનું આયોજન થવાની સંભાવના છે.
નેગેટિવઃ- પ્રવાસની યોજના આજે બનાવશો નહીં. બોલચાલ અને સ્વભાવ ઉપર કાબૂ રાખો. તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. રોકાણથી બચો. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ ઓછું મળશે.
લવઃ- આજે તમે તમારા સાથીને તમારા મનની વાત વ્યક્ત કરી શકો છો.
વ્યવસાયઃ- કાર્યાલયમાં સહકર્મીનો સહયોગ સારો મળશે.
સ્વાસ્થ્યઃ- નિયમિત કાર્યો સાથે શારીરિક કસરત પણ કરો છો.

કુંભઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. ધાર્મિક યત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. ગૂઢ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દિવસ સારો છે. સાંજ પછી વિદેશમાં સ્થિત મિત્ર તથા સ્નેહીજનના સમાચાર મળશે.
નેગેટિવઃ- તમને જીવનસાથી અને સંતાનના આરોગ્ય માટે વિશેષ ધ્યાન રાખવાની ચેતવણી આપે છે. કોઇપણ પ્રકારે વાદ-વિવાદ અથવા બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. અપમાનનું ધ્યાન રાખવું.
લવઃ- તમારા પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે.
વ્યવસાયઃ- વેપારીઓ માટે દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમે પરેશાન રહી શકો છો.

મીનઃ-
પોઝિટિવઃ- કાર્ય સફળતા અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. ભાઈ-બહેનના સંબંધમાં મીઠાસ જળવાયેલી રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે કોઇ સારી જગ્યાએ ફરવા જવાનું થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરમાં સભ્યો સાથે ઉગ્ર ચર્ચા અથવા વાદ-વિવાદ થવાથી મનમાં દુઃખ થશે. ધન વધારે ખર્ચ થશે. સામાજિકરૂપથી માનહાનિનો પ્રસંગ ઉપસ્થિત થાય નહીં તેનું ધ્યાન રાખવું.
લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ- કાર્યશૈલીમાં સુધાર થશે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યા રહેશે.

(Visited 79 times, 1 visits today)