આજનું રાશિફળ મકર જાતકો ઉપર ગણેશજીના આશીર્વાદ રહેશે, મીન રાશિના લોકોનો ભાગ્યોદય કેવો થશે….

મેષઃ-
પોઝિટિવઃ- સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરીથી લાભ થશે. નવી યોજનાઓ લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. પરિવાર સાથે હરવા-ફરવામાં સમય વિતશે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લઇ શકો છો.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં થોડાં રોચક અને નવા અનુભવો થશે. અભ્યાસ અને કરિયર સાથે જોડાયેલાં કામ નવી રીતે શરૂ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે.
લવઃ- દાંપત્ય જીવનને લઇને થોડી સ્થિતિઓ વિવાદપૂર્ણ બની શકે છે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- કોઇના કહેવાથી નશો કરવો તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

વૃષભઃ-
પોઝિટિવઃ- વરિષ્ઠ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. કાનૂની મુશ્કેલીઓ દૂર થશે. નોકરીમાં ઉન્નતિ મળી શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે. ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો.
નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણય નુકસાન કરાવી શકે છે. પરિવારમાં વિવાદ થવાની સંભાવના છે. પરિજનો સાથે વિવાદ પણ થઇ શકે છે. કાર્ય પ્રત્યે સમર્પણ અને કઠોર પરિશ્રમ સફળતા અપાવશે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- કારોબારમાં વડીલોનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ રહેશે.

મિથુનઃ-
પોઝિટિવઃ- ધનલાભના યોગ બની રહ્યા છે. યાત્રાઓ લાભકારી રહેશે. પાર્ટી અને પિકનિકનો આનંદ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. ભાઇઓ પાસેથી ભરપૂર સહયોગ મળશે અને જીવનમાં સફળતાના નવા માર્ગ ખુલશે.
નેગેટિવઃ- આજે તમને તમારા કોઇ સાથી તરફથી દગો મળી શકે છે. ધનહાનિના યોગ બનશે. કારોબારમાં લાભ મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી રહેશે. નોકરીમાં સ્થિતિ સારી રહેશે નહીં.
લવઃ- લાંબા સમયગાળાથી તમે કોઇને પ્રેમ કરી રહ્યા છો તો આજે તમે તમારા મનની વાત તેમને જણાવી શકો છો.
વ્યવસાયઃ- જૂનું રોકાણ, જૂના મિત્ર અથવા સંબંધોથી લાભ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પાપ ગ્રહ રાહૂનો પ્રભાવ તમારા મનને અશાંત કરશે.

કર્કઃ-
પોઝિટિવઃ- વેપારના ક્ષેત્રમાં લાભ મળશે. કોઇ ધાર્મિક અથવા માંગલિક પ્રસંગમાં સામેલ થઇ શકશો. સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તીર્થ યાત્રા પર જવાનું થઇ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ રહેશે.
નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. કાર્યભાર વધારે રહેવાથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો. વ્યાવસાયિક ક્ષેત્રમાં વિઘ્ન આવી શકે છે.
લવઃ- પ્રેમી સાથે મધુર સંબંધ બંધાય તેવી સંભાવના છે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે. કારોબાર સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને વધારે નુકસાન થશે નહીં.

સિંહઃ-
પોઝિટિવઃ- મિત્રો અને પરિજનો સાથે ફરવા જવાનું આયોજન થશે. સારું ખાન-પાન અને સારા વસ્ત્ર ઉપલબ્ધ થશે. લાંબા સમયથી બનેલી રહેલી યોજના સફળ થઇ શકે છે. સામાજિકત કાર્યોમાં રસ વધશે.
નેગેટિવઃ- નોકરી અને બિઝનેસમાં અચાનક મોટાં નિર્ણય લેવા પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમથી સફળતા તો મળશે, પરંતુ કોઇની સલાહ લઇને જ કામને આગળ વધારવું. નહીંતર નુકસાન થશે.
લવઃ- પ્રેમ જીવનમાં સંભાળીને રહેવું.
વ્યવસાયઃ- કારોબાર સારો રહેશે. નોકરીમાં ઉન્નતિના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યને સુસ્ત કરનાર રહેશે.

કન્યાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ તમારી અનુકૂળ રહેશે. સામાજિક રીતે સન્માન પ્રાપ્ત થશે. અભ્યાસના ક્ષેત્રમાં ઉન્નતિ થશે. પરિશ્રમથી કરેલાં કાર્યોમાં સફળતા મળશે. આકસ્મિક ધનપ્રાપ્તિ થવાની સંભાવના રહેશે.
નેગેટિવઃ- આજે ખર્ચાઓ વધશે. વધારે પરિશ્રમથી માનસિક અને શારીરિક રીતે થાકનો અનુભવ કરશો. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો.
લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે જીવનસાથી સાથે ઝગડો થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- વધારે કામકાજના કારણે માનસિક અને શારીરિક પીડાનો સામનો કરવો પડશે.

તુલાઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ શુભફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન વધશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઇ શકશો અને નવા વસ્ત્રોની ખરીદારી પણ કરશો. વાહન સુખ મળી શકે છે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસમય વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં સંભાળીને કામ કરવું. નોકરી કરતાં લોકોને ઉચ્ચ અધિકારીઓની નિરાશાનો સામનો કરવો પડી શકે છે. વેપાર સારો ચાલશે અને ધનલાભ થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
લવઃ- પરણિતા લોકોને પ્રતિકૂળ ફળની પ્રાપ્તિ થશે.
વ્યવસાયઃ- નવા કાર્યની શરૂઆત કરવા માટે દિવસ શુભ છે.
સ્વાસ્થ્યઃ- નાની-નાની વાતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. સામાજિક રૂપથી માન-સન્માન પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોમાં દિવસ વિતાવવો યોગ્ય રહેશે. પરિજનો સાથે પણ સમય વિતાવી શકો છો.
નેગેટિવઃ- કામનો ભાર વધારે રહેશે, પરંતુ પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે. કાનૂની મામલે બચીને રહેવું પડશે. પરિજનો સાથે મનમુટાવ થવાની સંભાવના રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો.
લવઃ- પ્રેમ જીવનમાં થોડાં ઉતાર-ચઢાવ આવશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે. કાર્યક્ષેત્રમાં વિસ્તારની યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- નશાથી દૂર રહેવું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

ધનઃ-
પોઝિટિવઃ- શારીરિક અને માનસિક રીતે તમે ઉત્સાહી તથા પ્રફુલ્લિત રહેશો. આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. આજે દરેક કાર્ય કરવાનો ઉત્સાહ રહેશે. આવકમાં વધારે થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. ઘર-પરિવારનો સહયોગ મળશે.
નેગેટિવઃ- વડીલોની સલાહ અને પરિશ્રમથી બધા કાર્ય સફળ થશે. કારોબારને લઇને યાત્રા કરવી પડી શકે છે. પરિજનોની નાની-નાની વાતોને નજરઅંદાજ કરવી, નહીંતર વિવાદ થવાની સંભાવના રહેશે.
લવઃ- કાર્યક્ષેત્રમાંથી સમય કાઢીને સાથી સાથે બહાર ફરવા જવું.
વ્યવસાયઃ- આજનો દિવસ લાભદાયક રહેશે. કારોબારમાં ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી પીડા તમને પરેશાન કરી શકે છે.

મકરઃ-
પોઝિટિવઃ- આજે તમારી ઉપર ગણેશજીના આશીર્વાદ રહેશે. આજે આખો દિવસ તમને માનસિક રીતે સ્વસ્થ રહેશો. પારિવારિક જીવન સુખી રહેશે. સામાજિક ક્ષેત્રમાં વધારે સક્રિય રહેવાથી માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે.
નેગેટિવઃ- કામનો ભાર વધારે રહેવાથી થાકનો અનુભવ થશે. ગણેશજીની સલાહથી બૌદ્ધિક ચર્ચામાં વિવાદ ટાળીને સમાધાનકારી વ્યવહાર અપનાવવો. જોખમી નિર્ણય લેવાથી બચવું.
લવઃ- આજે તમે જીવનસાથીને ઓછો સમય આપી શકશો.
વ્યવસાયઃ- વેપાર વિસ્તારની યોજના બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય દ્રષ્ટિએ ઠીક-ઠાક રહેશે.

કુંભઃ-
પોઝિટિવઃ- આજે આખો દિવસ તમે પ્રસન્ન રહેશો. પિયરથી શુભ સમાચાર મળવાની સંભાવના વધારે છે. માનસિકરૂપે પણ તમે આનંદિત રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.
નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં થોડું પરેશાન થવું પડી શકે છે. વેપારમાં અન્ય ઉપર નિર્ભરતા નુકસાન પહોંચાડી શકે છે. કઠોર પરિશ્રમથી તમારા કાર્યોને પૂર્ણ કરો. આજે કારોબાર મધ્યમ ચાલશે.
લવઃ- તમારા માટે શુક્રદેવની દ્રષ્ટિ સારી સાબિત થશે.
વ્યવસાયઃ- રોકાણનો કારોબાર લાભદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- નાની વાતોમાં ગુસ્સો કરવો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.

મીનઃ-
પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે અને પરિજનોનો સહયોગ મળશે. આર્થિકરૂપે પણ લાભનો દિવસ રહેશે. ભાગ્યવૃદ્ધિ થવાના સંકેત મળી રહ્યા છે. આજે નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ છે.
નેગેટિવઃ- નોકરિયાત લોકો વિરોધીઓથી પરેશાન રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખવો. જમીન-માલમિલકત સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. પરિવારનું વાતાવરણ સારું રહેશે.
લવઃ- પ્રેમમાં પડેલાં જાતકોને આ સમયે અનુકૂળ ફળ મળશે.
વ્યવસાયઃ- મહેનતથી કરેલાં કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત બીમારીઓથી પરેશાની થઇ શકે છે.

(Visited 36 times, 1 visits today)