જાણો શેરબજારમાં સેન્સેક્સ 413 અંક વધ્યો, નિફ્ટી 12140ની સપાટી વટાવી બંધ; સનફાર્મા, ગેલના શેર ઘટ્યા…

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી છે. કારોબારના અંતે સેન્સેક્સ 413 અંક વધીને 41352 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 91 અંક વધી 12145 પર બંધ રહ્યો હતો. કારોબારીઓના જણાવ્યા મુજબ, વિદેશી સંકેતોથી ભારતીય બજારમાં ખરીદી વધી ગઈ. હોન્ગકોન્ગ, શાંઘાઈ, ટોક્યો અને સિઓલના શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનું શેરબજાર પણ સોમવારે રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. અમેરિકા-ચીનની વચ્ચે ગત સપ્તાહે થયેલી ટ્રેડ ડીલ બાદ વિશ્વભરના બજારોમાં રોકાણ વધ્યું છે.

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 39 શેરમાં વધારો જોવા મળ્યો છે. મારૂતિના શેરમાં 1.8 ટકા ઉછાળો આવ્યો. વેદાંતામાં 1.7 ટકા તેજી આવી. યસ બેન્ક અને ટાટા સ્ટીલ 1-1 ટકા વધ્યા. ભારતી એરટેલ 0.9 ટકા અને ઈન્ફોસિસ 0.8 ટકા વધ્યા. બીજી તરફ ગેલનો શેર 1 ટકા વધ્યો. ઓએનજીસી અને યુપીએલમાં 0.7-0.7 ટકા ઘટાડો આવ્યો. પાવર ગ્રીડ અને એનટીપીસી 0.6-0.6 ટકા ઘટ્યા. છેલ્લા બે દિવસમાં 24 ટકા વધ્યા બાદ શેરમાં આજે વેચવાલીનું દબાણ છે. બીએસઈ પર શેર 12.05 ટકા ઘટીને 7.30 રૂપિયા પર આવી ગયો. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.

(Visited 272 times, 1 visits today)