આ અભિનેત્રી પાયલ રોહતગીની સજા મામલે મોટો નિર્ણય કરાયો, રાખી’તી લૂંટ અને હત્યાના આરોપી સાથે

બોલિવૂડ મોડલ અને અભિનેત્રી પાયલ રોહતગીને મંગળવારે જામીન પર મુક્ત કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસે રવિવારે સવારે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ અમદાવાદમાંથી કસ્ટડીમાં લીધી હતી. પરંતુ હવે તેને 25000ના મુચલકા સાથે જામીન પર બહાર લાવવામાં આવી છે.

 

ધરપકડ બાદ પાયલ રોહતગીને 9 દિવસ એટલે કે 24 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. લૂંટ અને હત્યા સહિતના અન્ય ગુનાહિત કેસોમાં આરોપી મહિલા કેદીઓ સાથે તેને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. 16 તારીખે પાયલ તરફથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટે તેને નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને તેમના પિતા મોતીલાલ નેહરૂ વિરુદ્ધ આપત્તિજનક વીડિયો બનાવવા અને તેને શેર કરવાના મામલામાં અભિનેત્રી પાયલ રોહતગીને કોર્ટે 24 ડિસેમ્બર સુધી જેલની સજા સંભળાવી હતી. પાયલને આ મામલે રાજસ્થાનની બૂંદી પોલીસે અમદાવાદમાં આવીને તેની ધરપકડ કરી હતી.

 

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અભિનેત્રીને છોડવાની માંગણી કરવાની વાત પોતાની ટ્વીટમાં લખી હતી. તેણે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. જો કે થરૂરે સ્પષ્ટતા કરતા લખ્યું છે કે પાયલે જે પણ કમેન્ટ કરી હતી તે ખોટી હતી અને વોટ્સએપ પર પ્રસારિત કરનાર સંધી મેસેજ જેવો હતો.

(Visited 49 times, 1 visits today)