આજનું રાશિફળ આર્થિક લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

મેષઃ-
પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. આર્થિક લાભ માટે કરેલાં પ્રયાસ સફળ થવાની સંભાવના બની રહી છે. તમે જે કાર્ય વ્યવસાયમાં છો અથવા જે પણ કાર્ય કરી રહ્યા છો, તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.
નેગેટિવઃ- આજે થોડાં કાર્યો સફળ ન થવાથી તણાવ અનુભવશો. જેના કારણે ઘરમાં વિવાદ પણ ઉત્પન્ન થઇ શકે છે. ઘરમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરવો.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વૃષભઃ-
પોઝિટિવઃ- આર્થિક લાભ પ્રાપ્તિના સારા અવસર પ્રાપ્ત થશે. કોઇપણ અવસરને હાથમાંથી જવા દેશો નહીં. તમારા કામકાજને પૂર્ણ વિશ્વાસ સાથે કરો જેનાથી તમને સફળતા સારી પ્રાપ્ત થાય.
નેગેટિવઃ- ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો અને જરૂરિયાત કરતાં વધારે કોઇ ઉપર વિશ્વાસ કરશો નહીં. આજે આર્થિક મામલે સજાગ રહેવું તમારી માટે ખૂબ જ જરૂરી છે.
લવઃ- પ્રેમમાં એકબીજા પ્રત્યે દુર્ભાવના ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો હ્રદય સંબંધી પરેશાની ઉત્પન્ન કરી શકે છે.

મિથુનઃ-
પોઝિટિવઃ- નોકરી કરતાં લોકોને નોકરીમાં સારા લાભ પ્રાપ્ત થઇ શકે છે. આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ ભરપૂર સફળતા મળી શકે છે. આ સમયે તમે તમારી લાયકાત પ્રમાણે લાભ પ્રાપ્તિના ઉદેશ્યને પૂર્ણ કરી શકો છો.
નેગેટિવઃ- બિનજરૂરી કોઇને ધન આપવાનું વિચારશો નહીં અને દરેક પ્રકારે ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોઇપણ પ્રકારના વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો. ધન સાથે સંબંધિત વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના છે.
લવઃ- પારિવારિક જીવન ખુશ રહીને વ્યતીત કરો.
વ્યવસાયઃ- કાર્ય વ્યવસાય સાથે સંબંધિત લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ ગંભીર ચિંતાજનક સ્થિતિ બની રહી નથી.

કર્કઃ-
પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. બુધ સૂર્ય સાથે સંચાર કરશે જે આર્થિક મામલે ખૂબ જ સારી સ્થિતિ ઉત્પન્ન કરશે. તમે તમારા સગા-સંબંધિઓ સાથે મળીને કોઇ સાઇડ વ્યવસાય કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો.
નેગેટિવઃ- તમે પ્રોપર્ટીના ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલાં વિચાર કરો. આ સમયે કોઇપણ પ્રકારનું રોકાણ કરવું યોગ્ય રહેશે નહીં. માત્ર તમે તમારા કાર્ય વ્યવસાયમાં રોકાણ કરવાનું મન બનાવો.
લવઃ- પ્રેમ સંબંધને લઇને તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિએ રોકાણ કરવાનું મન બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

સિંહઃ-
પોઝિટિવઃ- તમારો પ્રયાસ તમને સારી આર્થિક ઉન્નતિ તરફ લઇ જશે. તમે જે કારણે દરેક કાર્યમાં લગન અને મહેનત સાથે તેને સારી દિશા આપવાનો પ્રયાસ કરો છો. તેનાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકશે.
નેગેટિવઃ- સમય અને પરિસ્થિતિને જોતાં તમારે કાર્ય કરવું જોઇએ. સમયનું ધ્યાન રાખીને દરેક કાર્યને સમજીને કરો. કોઇપણ શુભ અથવા મંગળ કાર્ય વગેરે આ દિવસે કરવા નહીં.
લવઃ- તમે તમારા પ્રેમીજન સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- આજનો દિવસ ઠીક-ઠાક રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારે નાની-મોટી પેટ સાથે સંબંધિત સમસ્યા રહેશે.

કન્યાઃ-
પોઝિટિવઃ- તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ક કરી શકશો. તમારે સન્માન સાથે-સાથે કામકાજના ક્ષેત્રોમાં પણ સારી સફળતા જોવા મળશે. જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ સુદઢ થઇ શકે છે.
નેગેટિવઃ- ભાગ્ય તમને સારો સાથ આપશે અને કામકાજના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. પરંતુ થોડું મોડું થઇ શકે છે. જે કાર્ય સમય પર થવું જોઇએ તેમાં થોડી ઢીલ થઇ શકે છે.
લવઃ- પ્રેમી સાથે હળવા-મળવાનો પ્રયત્ન કરો.
વ્યવસાયઃ- પૂર્ણ વિશ્વાસ સાથે કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

તુલાઃ-
પોઝિટિવઃ- પરિવારમાં કંઇક સારું કાર્ય થવાની પણ સંભાવના છે. ત્યારે તમારી સાથે-સાથે પરિવારની સારી ઉન્નતિ પણ થશે. સંતાન પક્ષ સાથે સંતુષ્ટિ થઇ શકે છે, તથા સંતાનના ક્રિયાકલાપોથી મન પ્રસન્નચિત થઇ શકે છે.
નેગેટિવઃ- તમે કોઇ સારી પોઝિશન અથવા કોઇ નોકરી વગેરે માટે કોઇ કોર્સ વગેરે કરી શકો છો. દુશ્મન પક્ષ આ દરમિયાન તણાવ ઉત્પન્ન કરશે. તેમનાથી સાવધાન રહીને દરેક કાર્ય કરો.
લવઃ- પ્રેમ સંબંધને સારી સ્થિતિમાં જાળવી રાખો.
વ્યવસાયઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિનો પ્રયાસ કરવાથી તમને સારી સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના નથી.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ગુરૂ સ્વયં ધન રાશિમાં સંચાર કરી રહ્યો છે. આત્મવિશ્વાસ સાથે કરેલાં કાર્યથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. આ સમય ધન અચલ સંપત્તિ પ્રાપ્તિનો યોગ સારો બની રહ્યો છે.
નેગેટિવઃ- સગા-સંબંધિઓ સાથે સામાન્ય વ્યવહાર જાળવી રાખવાનો પ્રયાસ કરો તથા તમારા કામકાને લઇને વ્યસ્ત રહો. આ સમય પદ પોઝિશન પ્રાપ્તિને લઇને પણ મોડું થવાની સંભાવના બની શકે છે.
લવઃ- દાંપત્ય જીવન સારું રહેશે.
વ્યવસાયઃ- સાહસ અને પરાક્રમના બળે કાર્ય કરવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- તાવ અથવા લોહી સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

ધનઃ-
પોઝિટિવઃ- નોકરી કરતાં લોકોને આ મહિને સારી પોઝિશન પ્રાપ્ત થવાની સંભાવના છે. જમીન-વાહન વગેરેનો યોગ બની રહ્યો છે. માતા-પિતા સાથે સારા સંબંધ બંધાશે. સંતાન પક્ષ અનુકૂળ રહેશે.
નેગેટિવઃ- ધન અચલ સંપત્તિને લઇને તણાવ ઉત્પન્ન થવાની સંભાવના છે. તમારા સગા-સંબંધિઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. માનસિક અશાંતિ તથા તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ સારી રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક જાતકોને લાભ મળશે.
સ્વાસ્થ્યઃ- ફેફસાની બિમારીમાં સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે.

મકરઃ-
પોઝિટિવઃ- બહારગામની યાત્રા કરવા ઇચ્છો છો અથવા તેના માટે પ્રયાસ કરી રહ્યા છો તે સફળ થઇ શકે છે. લાભ પણ સારો પ્રાપ્ત થશે. કોઇપણ કાર્યને સમજી-વિચારને જ પૂર્ણ કરો. માતા-પિતા સાથે સંબંધ સારો થવાની સંભાવના બની રહી છે.
નેગેટિવઃ- કોઇપણ કાર્યને સમજી-વિચારીને કરો તથા સ્થિરતા અને ગંભીરતા પૂર્વક વિચાર કરો. માતા-પિતાનો આદર કરવો તથા તેમનું ધ્યાન રાખવું આ સમયે તમારી જ જવાબદારી રહેશે.
લવઃ- પ્રેમમાં વૃદ્ધિ જોવા મળશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક જાતકોને આ દરમિયાન બિઝનેસ પાર્ટનર સાથે કાર્ય સંબંધિત કોઇ યાત્રા પર જવું પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

કુંભઃ-
પોઝિટિવઃ- તમારી પારિવારિક સ્થિતિ સારી રહેશે. પરિવારમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થવાની સંભાવના છે. એકબીજાની વિચારધારા સારી મળશે. ઘરના વિકાસમાં એકબીજાનો સહયોગ કરો.
નેગેટિવઃ- બિનજરૂરી કોઇ સાથે વિવાદ ઉત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખવું. આજે તમારે ખૂબ જ ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- સાથીને સમય જોઇને કોઇ સારી ભેટ આપો.
વ્યવસાયઃ- આજે તમને કાર્યમાં ભાઈનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે.

મીનઃ-
પોઝિટિવઃ- એકબીજા સાથે સામંજસ્યને સારું જાળવી રાખવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ શકે છે. દરેક પ્રકારના કામકાજમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે ઘરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી શકે છે.
નેગેટિવઃ- ઘર સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારમાં દરેક પ્રકારની સમસ્યાઓને ઇગ્નોર કરીને તમારા કામકાજને સારી દિશા આપવાનો પ્રયત્ન કરો.
લવઃ- આ સમયે ક્યાંક બહાર ફરવા જવાનું થઇ શકે છે.
વ્યવસાયઃ- બિઝનેસ કરતાં લોકોએ શબ્દો ઉપર ધ્યાન આપવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

(Visited 52 times, 1 visits today)