દર વર્ષે કોઈ પણ રીતે સલમાન ખાન પોતાના ફેન્સને ઈદ પર ઈદી આપતો હોય છે. સલમાન ખાન ઈદ પર પોતાની એક ફિલ્મ જરૂર રિલીઝ કરે છે. જાણવા મળ્યું છે કે સલમાન ખાન આ વર્ષ 2020માં ઈળ પર ફરી કેટરિના કેફ સાથે જોવા મળશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે સલમાન આ વર્ષે 2020માં રાધે ફિલ્મને લઈ આવી રહ્યો છે.
તેને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યો છે. હવે સલમાને જાતે જ કંફર્મ કરી દીધું છે કે ફિલ્મનું ટાઈટલ રાધે નહીં હોય. સલમાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રોજેક્ટની જાહેર કરી હતી. તેને પ્રભુદેવા ડાયરેક્ટ કરશે, બંને સાથે ફિલ્મમાં કામ કરશે પરંતુ તેનું નામ રાધે નહીં હોય બીજું કંઈ હશે. અને તે ઈદ પર આવશે.
મેકર્સ આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને લેવા માગે છે પરંતુ સલમાન તેની સાથે કામ કરવાની ના પાડી દીધી છે. સલમાને કેટરિનાનું નામ આપ્યું હતું. આ ફિલ્મના રોલની વાત કરતાં કહ્યું કે, તે કોપના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દબંગ-3 પછી રિલીઝ થશે. મેકર્સ પડદા પર પ્રિયંકાને સલમાન સાથે ફિલ્મ કરવા માગે છે. આમ પણ સ્કાઈ ઈઝ પિંક પછી પ્રિયંકા પાસે બોલિવૂડનો કોઈ પણ પ્રોજેક્ટ નથી. પરંતુ સલમાને પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી દીધી.
ટૂંક સમયમાં બે નામ આપવામાં આવ્યા છે. જેમાં કેટરિના અને જેકલીનનું નામ છે. આ બંનેમાંથી એકને ફાઈનલ કરવામાં આવશે. જેકલીન આ પહેલા કિક 2માં સલમાન સાથે જોવા મળશે. એટલા માટે હવે કેટરિનાનું નામ ફાઈનલ થાય તેવી શક્યતા છે.