જાણો આ આંગળીઓ માંથી વ્યક્તિના મનમાં તમારા માટે કેવા સ્વાર્થ છે …

વ્યક્તિની આંગળીઓ તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે ચાળી ખાય છે. આંગળીઓ જોઈ અને વ્યક્તિ વિશે અને તેના સ્વભાવ વિશે અનુમાન લગાવી શકાય છે.

હાથની આંગળી જાડી, અણીદાર, તેમાં ગાંઠ જોવા મળે તે તમામ પાસાં વ્યક્તિત્વ વિશે પણ જાણકારી આપે છે. હસ્તરેખા વિશેષજ્ઞોના જણાવ્યાનુસાર વ્યક્તિના હાથની આંગળીઓ પરથી નીચે દર્શાવેલી બાબતો વિશે જાણી શકાય છે.

1. જો આંગળીઓનો આગળનો ભાગ અણીદાર હોય અને આંગળીઓ ગંઠાયેલી જોવા ન મળે તો આવી વ્યક્તિ કલા અને સાહિત્યની પ્રેમી અને ધાર્મિક દ્રષ્ટિકોણવાળી હોય છે. તેમની પાસે કામ કરવાની ક્ષમતા ઓછી છે. સાંસારિક દ્રષ્ટિકોણથી આવા લોકોને નિષ્ક્રિય ગણવામાં આવે છે.

2. લંબાઈની દ્રષ્ટિએ વધુ પડતી લાંબી આંગળીઓવાળી વ્યક્તિ બીજાના કામમાં દખલ કરનાર હોય છે.

3. લાંબી અને પાતળી આંગળીઓવાળી વ્યક્તિ હોશિયાર અને કુશળ છે.

4. નાની આંગળીઓવાળી વ્યક્તિ વધુ હોશિયાર હોય છે.

5. ખૂબ જ નાની આંગળીઓવાળી વ્યક્તિ નિસ્તેજ, સ્વાર્થી અને ક્રૂર છે.

6. જે વ્યક્તિની પહેલી આંગળી એટલે કે અંગૂઠાની નજીકની આંગળી ખૂબ મોટી હોય તે વ્યક્તિ બીજા પર પોતાની વાત લાદનાર હોય છે.

7. જો તર્જની અને મધ્યમા આંગળી વચ્ચેના ભાગમાં જગ્યા હોય તો વ્યક્તિને 55 વર્ષ સુધી દરિદ્રતા સહન કરવી પડે છે.

8. જો મધ્યમા અને અનામિકા આંગળીની વચ્ચે છિદ્ર હોય તો જીવનની પૈસાની કમી રહે છે.

9. અનામિકા અને કનિષ્કા વચ્ચેની છિદ્ર હોય વૃદ્ધાવસ્થામાં ગરીબી સહન કરવી પડે છે.

(Visited 81 times, 1 visits today)