રાત્રે ઊંઘમાં આ અભિનેત્રી સાથે થાય છે આવું, સવારે ઉઠે એટલે શરીરમાં કાયદેસર ઘા પડી જાય

હાલમાં જ શ્રદ્ધા કપૂરની એક બિમારીની વાત વાયરલ થઈ રહી છે એવામાં એક બીજી અભિનેત્રી વિશે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. તેનું નામ છે ઈલિયાના ડિક્રૂઝ. જો કે આ અભિનેત્રી થોડા દિવસ પહેલા રિલેશનશીપને લઈ પણ ચર્ચામાં હતી. પરંતુ હવે ઈલિયાના ફરી ચર્ચામાં આવી છે.

ઈલિયાનાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેને ઊંઘમાં ચાલવાની બીમારી છે. આ જ કારણે તેના પગમાં ઘા પડી જાય છે. ઈલિયાનાએ શનિવારે ટ્વિટ કરીને લખ્યું, “હવે હું એ વાતને સંપૂર્ણ રીતે માની ચૂકી છું કે હું ઊંઘમાં ચાલુ છું. કદાચ આવું જ છે. કારણ કે હું સવારે ઉઠું ત્યારે મારા પગમાં સોજા અને ઘા જોવા મળે છે. એટલે આ વાત સમજવાનો બીજો કોઈ રસ્તો નથી.”

જો કે, કેટલાક ફેન્સે આ બીમારીને ડરામણી ગણાવી છે. એક યૂઝરે ઈલિયાનાના ટ્વિટ પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘જ્યારે તમે જાગો છો ત્યારે તમે પલંગ પર હોવ છો કે બીજે ક્યાંય. જો કોઈ બીજી જગ્યાએ હો તો આ ઊંઘમાં ચાલવાની બીમારી છે. નહીં તો તમે ભૂતનો શિકાર બન્યા છો.’

ઈલિયાના આ કારણે જ ખૂબ પરેશાન રહે છે. ઈલિયાનાની આ પોસ્ટ વાંચીને તેના ફેન્સને ચિંતા થવા લાગી. કેટલાકે એક રૂમમાં તેને કેમેરા લગાવવાની સલાહ આપી.

(Visited 64 times, 1 visits today)