25 ઓક્ટોબર 2019ના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે. આ દિવસે ધનપ્રાપ્તિ માટેના ઉપાયો કરવાથી ધનના યોગ બને છે. ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજી અને ભગવાન કુબેરને શ્રેષ્ઠ દેવી-દેવતા માનવામાં આવે છે. કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે, જો કુબેરની કૃપાદ્રષ્ટિ કોઈ પર પડે તો જ તે ધનપ્રાપ્ત કરી શકે છે.
ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણ અને ધાતુનો સામાન ખરીદવો શુભ અને ફળદાયી રહે છે. માન્યતા છે કે આ દિવસે શુકન સાચવવાથી વર્ષભર ઘરમાં ધનની ખામી રહેતી નથી. આ માન્યતાના કારણે લોકો કોઈને કોઈ વસ્તુ અચૂક ખરીદે છે તેમ છતાં ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ નડતી જ રહે છે.
ધનતેરસના દિવસે કરવાના કેટલાક ઉપાયો આ સમસ્યાને દૂર કરી શકે છે. આ ઉપાયો કરવાથી કાર્યનું 13 ગણું ફળ મળે છે. આ ઉપાય કરવા માટે માત્ર 5 રૂપિયાનો ખર્ચ જ કરવો પડશે. આ ઉપાય માટે ધનતેરસના દિવસે 5 રૂપિયાના આખા ધાણા ખરીદવા. આ ધાણાને પૂજા ઘરમાં રાખી દેવા. દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સામે આ ધાણા રાખી પૂજા કરવી. બીજા દિવસે સવારે ધાણાને ઘરમાં રાખેલા માટીના કુંડામાં પધરાવી દેવા. માન્યતા છે કે આ કુંડામાં જો ધાણાના અંકુર ફૂટે તો આર્થિક સ્થિતિ સદ્ધર બને છે.
ધનતેરસના દિવસે સૂર્યાસ્ત થાય એટલે દીવડા પ્રગટાવવા અને કોડી રાખવી. કુબેર અને લક્ષ્મીની પૂજા કરવી અને અડધી રાત્રે કોડીને ઘરના કોઈપણ ખૂણામાં જમીનમાં દાટી દેવી. ધનપ્રાપ્તિના યોગ સર્જાશે. ઘરમાં ચાંદીના 13 સિક્કા રાખવા અને કેસર તેમજ હળદર લગાવી તેની પૂજા કરવી. આ ઉપાયથી પણ ઘરમાં બરકત વધે છે. ધનતેરસ પર 13 દીવા ઘરની અંદર અને 13 દીવા ઘરની બહાર પ્રગટાવવા.
ધનતેરસ પર કુબેર યંત્ર ઘરે લાવવું અને તેને તિજોરીમાં સ્થાપિત કરવું. 108 વખત નીચે આપેલા મંત્રનો જાપ કરવો. આ ઉપાયનું ચમત્કારી ફળ મેળવી તમે પણ આશ્ચર્યમાં પડી જશે. ધન સંબંધીત દરેક સમસ્યા દૂર થઈ જશે.

ધનતેરસ પર ધનપ્રાપ્તિનો યોગ, આ વિશેષ ઉપાયથી મળશે 13 ગણો ધનલાભ
(Visited 34 times, 1 visits today)