દિવાળીમાં બનશે આ ખાસ યોગ, આ વસ્તુ ખરીદશો તો થશે અનેકગણો લાભv

હિંદૂ ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર એટલે દિવાળી. દિવાળીની ઉજવણી બાદ નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ તહેવારની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે.

લોકો આ પવિત્ર દિવસો દરમિયાન લક્ષ્મી પૂજા, કુબેર પૂજા ઉપરાંત સોના ચાંદીની ખરીદી કરે છે. માન્યતા છે કે આ દિવસો સોનાની અને અન્ય ખરીદી માટે વણજોયા મુહૂર્ત સમાન છે. આ દિવસોમાં સોનુ ખરીદવાથી અનેકગણો લાભ થાય છે.

જો કે આ વર્ષે દિવાળીના શુભ સમયમાં સોનામાં સુગંધ ભળી જેવો ઘાટ ઘડાયો છે. આ વર્ષે ધનતેરસ, દિવાળીના પર્વ સાથે ખાસ સર્વાર્થ સિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્ર પણ સર્જાશે. આ શુભ સમયે ખરીદી કરવાથી લાભ થાય છે.

શાસ્ત્રો અનુસાર આ પ્રકારના શુભ યોગમાં કરેલી ખરીદી અક્ષય ફળ આપે છે. આ યોગમાં કરેલી ખરીદીથી વર્ષ ભર સમૃદ્ધિ જળવાઈ રહે છે. તો ચાલો જાણી લોકો 28 ઓક્ટોબર સુધીમાં કયા કયા ખાસ મુહૂર્ત આવે છે જે ખરીદી માટે ઉત્તમ છે.

– 25 ઓક્ટોબર અને ધનતેરસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આ દિવસે સોના, ચાંદી, કિમતી વસ્તુઓ, મકાન, વાહન જેવી ખરીદી કરી શકાય છે.

આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ટકી રહે છે અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

(Visited 28 times, 1 visits today)