14 નવેમ્બરનું રાશિફળ / કુંભ જાતકો માટે ગુરૂવારનો દિવસ શુભ રહેશે, માન-સન્માનની પ્રાપ્તિ થશે

મેષઃ-
પોઝિટિવઃ- સમય તમારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેમ કે, આ દરમિયાન તમને વિદેશી કોલેજોમાં દાખલો પ્રાપ્ત થઇ શકે છે. એટલે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને પૂર્ણ પ્રયાસ કરો. મિશ્રિત પરિણામ આપતો આ સમય મોટાભાગે તમારી માટે સારો જ સિદ્ધ થશે.
નેગેટિવઃ- તમારે તમારા માર્ગમાં આવતાં વિવિધ વિકલ્પોની પસંદગી કરવી પડશે અને યોગ્ય સમયે યોગ્યો ઓપોર્ચ્યુનિટી મેળવવી પડશે. તમે એક સારા સમયનો આનંદ લઇ શકશો.
લવઃ- તમારા અહંકાર અને તમારા આવેગોને નિયંત્રણમાં રાખો.
વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક બંને જ રીતે પોતાને જાળવો.

વૃષભઃ-
પોઝિટિવઃ- જો તમે મહેનત કરશો તો આ સમય તમારી માટે ખૂબ જ સારો સિદ્ધ થશે.
નેગેટિવઃ- જે યુવકો કોઇ પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં છે તેમણે વધારે મહેનત કરવાની જરૂર છે.
લવઃ- વૃષભ રાશિના લોકો પ્રેમ બાબતે ખૂબ જ રોમેન્ટિક હોય છે.
વ્યવસાયઃ- રચનાત્મક કાર્ય માટે આ સમય ખૂબ જ સારો છે.
સ્વાસ્થ્યઃ- તમારા પિતાજીએ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મિથુનઃ-
પોઝિટિવઃ- તમારા નવમાં ભાવમાં પાંચ ગ્રહોની યુતિ વિવિધ વિષયોમાં તમને સફળતા અપાવશે. તમે તમારા ઉત્તમ પારિવારિક જીવનનો આનંદ ઉઠાવશો અને સુખ-શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરશો. તમને જીવનમાં સ્થિરતા ગમે છે અને જો તમે આ દિશામાં પ્રયાસ કરશો તો તમને સફળતા મળશે.
નેગેટિવઃ- તમે તમારા વર્તમાન નિવાસ સ્થાનથી ક્યાંક દૂર રહેવા માટે જતાં રહો. તમે ખૂબ જ મહેનત કરશો જેના કારણે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો.
લવઃ- આજે તમે તમારા પ્રિય વ્યક્તિને તમારા જીવનમાં તેમનું મહત્ત્વ જણાવી શકશો.
વ્યવસાયઃ- વિદેશ યાત્રાનો યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- તમારી માતાનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે.

કર્કઃ-
પોઝિટિવઃ- પરિવારમાં કોઇ ફંક્શન અથવા શુભ કાર્ય સંપન્ન થઇ શકે છે. આ કારણે તમારા પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે અને બધા પ્રસન્ન જોવા મળશે. આ દરમિયાન ઘરમાં કોઇ માંગલિક કાર્યક્રમ જેમ કે લગ્ન અથવા સંતાન જન્મ પણ સંભવ છે.
નેગેટિવઃ- તમારું પારિવારિક જીવન ઉતાર-ચઢાવભર્યું રહી શકે છે. તમારે થોડી નાની-મોટી પરેશાનીઓ અને બાધાઓનો પણ સામનો કરવો પડશે અને થોડી મુશ્કેલ ચુનોતીઓ સામે લડવું પડશે.
લવઃ- તમે તમારા સાથી સાથે કોઇ બિઝનેસ અથવા કોઇ કામ શરૂ કરવા માંગો છો તો આ સમય સારો છે.
વ્યવસાયઃ- કરિયર માટે પ્રગતિશીલ સમય સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

સિંહઃ-
પોઝિટિવઃ- જો તમે વિદેશમાં વસવાટ કરવાનું ઇચ્છો છો તો તમારું કુંડળીમાં આ હેતુ યોગ ઉપસ્થિત છે અને અનુકૂળ સમય ચાલી રહ્યો છે. જો તમે આ સમયે પ્રયાસ કરશો તો તમને સફળતા પ્રાપ્ત થશે અને તમે વિદેશમાં રહેવાનું સપનું પૂર્ણ કરી શકશો.
નેગેટિવઃ- તમારે ધ્યાન રાખવું જોઇએ કે વધારે આવેગ પૂર્ણ કાર્ય કરવાથી તમારી આસપાસના લોકો પ્રભાવિત થશે. એટલે ધૈર્યથી કાર્ય કરો. તમારી માટે આ વર્ષ સંભાવનાઓનું વર્ષ છે.
લવઃ- લવ મેરેજ માટે પ્રયાસ કરતાં લોકોએ થોડી રાહ જોવી પડશે.
વ્યવસાયઃ- જે લોકો વિદેશમાં વેપાર કરે છે તેઓ આ સમયે દેશથી બહાર તેમનું ઘર બનાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- માતા-પિતા બંનેના સ્વાસ્થ્ય માટે આ સમય શુભ નથી.

કન્યાઃ-
પોઝિટિવઃ- તમારા સંતાન માટે આ વર્ષ ખૂબ જ ઉન્નતિદાયક રહેશે. તે જે કોઇપણ ક્ષેત્રમાં હશે ત્યાં તે સફળતા પ્રાપ્ત કરશે. ચુનોતીઓ વચ્ચે એક સમયનો અનુભવ પ્રાપ્ત થશે. ભૂતકાળમાં કરેલાં પ્રયાસોનું સારું ફળ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- તમારા ભાઈ-બહેનો સાથે મધુર સંબંધ જાળવી રાખો અને કોઇપણ વાદ-વિવાદને વધારો આપશો નહીં. તમે ભાઈ-બહેનોની મદદથી જ આગળ વધી શકશો.
લવઃ- આ સમય તમારા પ્રેમ જીવન માટે સર્વશ્રેષ્ઠ છે.
વ્યવસાયઃ- વેપારમાં રોકાણ કરવું તમારી માટે લાભદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- સમય સ્વાસ્થ્ય કષ્ટોને નિમંત્રણ આપી શકે છે.

ુલાઃ-
પોઝિટિવઃ- તમારું લગ્નજીવન સુખી રહેશે અને કોઇ મોટી સમસ્યા આ વર્ષે તમારી સામે આવશે નહીં. તમારું સંતાન ખૂબ જ ઉન્નતિ કરશે અને તમે તેમના વ્યવહાર તથા તેમની શિક્ષામાં પ્રગતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળશો.
નેગેટિવઃ- તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો અને ધનની લેણદેણ ખૂબ જ સાવધાનીથી કરો. જેથી કોઇ સમસ્યાનો સામનો કરવો પડે નહીં. ખર્ચ કરતી વખતે તમારી સ્થિતિનું આંકલન કરો.
લવઃ- તમે તમારા સાથી સાથે ફિલ્મ જોવા અને ડિનર માટે જઇ શકો છો.
વ્યવસાયઃ- કોઇપણ કાર્યમાં રોકાણ કરતાં પહેલાં તેના વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી.
સ્વાસ્થ્યઃ- આ સમય સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરશે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- વિદેશ યાત્રા ઇચ્છુક લોકોની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે અને તેમને તેમનું નવું ઘર બનાવવાનો અવસર મળી શકે છે. ધન સંબંધી ચિંતા કરવાની તમારે કોઇ જરૂર નથી. તમને એકથી એક ચડિયાતા સ્ત્રોત દ્વારા આવક થવાની સંભાવના છે.
નેગેટિવઃ- તમારું ધૈર્ય જાળવી રાખો અને જીવન પ્રત્યે તમારું દાયિત્વ પણ જરૂર યાદ રાખો. તમારા સાસરિયા પક્ષ તરફ કોઇ મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે પણ મતભેદ થઇ શકે છે.
લવઃ- આ સમય પ્રેમ જીવન માટે મિશ્રિત પરિણામ આપનાર સિદ્ધ થશે.
વ્યવસાયઃ- આ સમયે તમે થોડું બચત કરી શકશો.
સ્વાસ્થ્યઃ- જૂની બીમારીથી આ સમયે તમને છુટકારો મળશે.

ધનઃ-
પોઝિટિવઃ- તમારે તમારું ભણતર આગળ વધવા અને સફળતા પ્રાપ્તિના માર્ગ બતાવશે. તમારા પારિવારિક જીવન માટે સમય શુભ રહેવાની સંભાવના છે. પરિવારમાં એકબીજા સાથે તાલમેલ મજબૂત થશે અને એકબીજાની મદદથી પારિવારિક રૂપથી સંપન્નતાને પ્રાપ્ત કરશો.
નેગેટિવઃ- તમે અભ્યાસમાં સારું પ્રદર્શન તો કરશો પરંતુ વચ્ચે-વચ્ચે થોડી મુશ્કેલીઓ પણ આવતી રહેશે.
લવઃ- કપલ વચ્ચે અતૂટ પ્રેમ રહેશે.
વ્યવસાયઃ- સમય આર્થિક રૂપથી ચુનોતીપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સમય તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહેશે.

મકરઃ-
પોઝિટિવઃ- પરિવારમાં સુખ અને શાંતિ તથા સદભાવનાનું વાતાવરણ રહેશે અને તમને પણ તમારા પરિવારનો પૂર્ણ સહયોગ મળશે. તમે તમારા પરિવાર પ્રત્યે બધા કર્તવ્યોનું નર્વહન કરી શકશો.
નેગેટિવઃ- તમે નોકરી કરી રહ્યા છો અથવા વેપારમાં મહેતન કરતાં રહેશો તો પરિણામ સારું મળશે અને કોઇપણ કામમાં ઉતાવળ કે ગભરામણ બિલકુલ ન કરશો.
લવઃ- આ સમય દરમિયાન પ્રેમી સાથે મળીને તમે જે કામ કરશો તેમાં તમને સફળતા મળશે.
વ્યવસાયઃ- જે લોકો પહેલાંથી જ વ્યવસાયમાં જોડાયેલાં છે તેમની માટે સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભઃ-
પોઝિટિવઃ- તમે પરિવારની અનેક જવાબદારીઓને પૂરી કરી શકશો જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તથા તમને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. તમે એક પ્રસિદ્ધ વ્યક્તિ કહેવાશો.
નેગેટિવઃ- તમે માનસિક રૂપથી પરેશાન થશો અથવા તમારે તમારું કાર્ય પૂર્ણ કરવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. તમારી મહેનતનું સારું પરિણામ અવશ્ય મળશે.
લવઃ- તમને તમારા પ્રેમ જીવનમાં સુખ મળશે.
વ્યવસાયઃ- આજે તમે અનુભવી લોકો પાસેથી સલાહ લો.
સ્વાસ્થ્યઃ- આ દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત કષ્ટનો સામનો કરવો પડી શકે છે.

મીનઃ-
પોઝિટિવઃ- ધન પ્રાપ્તિના ઉદેશ્યથી કરેલાં તમારા પ્રયાસ સફળતા અર્જિક કરશે તથા તમે એકથી વધારે સ્ત્રોતથી આવક પ્રાપ્ત કરવામાં સફળ થશો. નોકરીમાં સ્થાળાંતરણ અથવા નવી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના સારી છે.
નેગેટિવઃ- આર્થિક સ્થિતિ કોઇપણ વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. વર્તમાન યુગમાં અર્થ દ્વારા જ લગભગ દરેક વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે.
લવઃ- સાથીને કોઇ ગિફ્ટ આપો.
વ્યવસાયઃ- નોકરિયાત લોકો માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- વાસી અને ભારે ભોજનથી બચવું.

(Visited 15 times, 1 visits today)