પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલાએ એક સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી

પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાળા બોલીવૂડમાં સૈફ અલી ખાન સાથેની ફિલ્મ ‘જવાની જાનેમન’થી ડેબ્યુ કરી રહી છે. હાલમાં જ તેણે એક સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી છે. આલિયાને ‘જવાની જાનેમન’ના નિર્માતા શેવાક્રમે જ ત્રણ ફિલ્મો માટે સાઇન કરી છે. આલિયાને એક સાથે ત્રણ ફિલ્મોમાં સાઇન કરવા બાબતે નિર્માતાએ જણાવ્યું હતુ ંકે, ” આલિયા સાથે કામ કર્યા બાદ તેનામાં રહેલી અભિનય ક્ષમતાને મેં ઓળખી છે. તે શું કરી શકે એમ છે તે હું સમજી શક્યો છું. તેની સાથે કામ કરવાનો મને આનંદ આવ્યો છે.” ‘જવાની જાનેમન’ ફિલ્મ એક પિતા-પુત્રી વચ્ચેના સંબંધની કહાની છે. આ ફિલ્મમાં આલિયાના પિતા તરીકે સૈફ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા સાથે તબુ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે.

(Visited 74 times, 1 visits today)