દારૂના નશામાં સતત ધૂત રહેતાં આ ટોપની હિરોઈન પાસેથી ગઈ ફિલ્મો, કર્યો મોટો ખુલાસો

અભિનેત્રી શ્રૃતિ હસને બોલીવુડમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે. ગત કેટલાંક સમયથી તે પોતાના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહી છે. હવે શ્રૃતિએ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

શ્રૃતિએ પહેલીવાર સ્વીકાર્યુ કે તેને દારૂની ખોટી લત લાગી ગઇ હતી. એક શૉમાં પહોચેલી શ્રૃતિએ કહ્યું કે તેને દારૂ પીવાની આદત હતી. દારૂની લતના કારણે તેના કરિયર પર અસર પડી.

શ્રુતિએ જણાવ્યું કે, હું છેલ્લા એક વર્ષથી નશાથી દૂર છુ અને તે પછી મે દારૂને હાથ પણ નથી લગાડ્યો. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તે તાજેતરમાં જ ગંભીર રૂપે બિમાર થઇ ગઇ હતી અને તેણે તેના માટે સારવાર લેવી પડી હતી. તે બાદથી તેને લાગ્યું કે આ વધારે પડતાં દારૂના સેવનના કારણે હોઇ શકે છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલાં શ્રૃતિ અને તેના બૉયફ્રેન્ડ માઇકલ કૉરસેલનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. એક ઇન્ટરવ્યુમાં શ્રૃતિએ જણાવ્યું કે, મને કોઇ ફરિયાદ નથી. આ મારા માટે એક સારો અનુભવ રહ્યો છે. મે ઘણું શીખ્યુ છે અને આ મારા માટે આ શીખવાનો અનુભવ રહ્યો છે પરંતુ મને હંમેશા સારા પ્રેમની તલાશ રહી છે અને મને તે ઘોષણા કરતાં ખુશી થશે કે આ એક એવી વસ્તુ છે જેની હું હંમેશાથી રાહ જોતી આવી છું.

માઇકલે શ્રૃતિ અને પોતાના બ્રેકઅપની ઘોષણા ટ્વિટર પર કરી હતી. માઇકલે ટ્વિટ કર્યુ હતુ, ભગવાનને કદાચ મંજૂર ન હતુ તેથી અમારે અલગ થવુ પડ્યુ. પરંતુ આ યંગ લેડી હંમેશા મારી બેસ્ટ મેટ રહેશે.

(Visited 677 times, 1 visits today)