ફ્લોપ થઈ નવાઝૂદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ, કમાણી જાણીને તમે પણ થઈ જશો હેરાન

નંદિતા દાસ મશહૂર ઉર્દૂ લેખક ‘મંટો’ની સ્ટોરી મોટા પર્દા પર લઈને આવ્યા હતા. આ ફિલ્મમાં નવાઝૂદ્દીન સિદ્દીકી મેઈન લીડ રોલ તરીકે હતો. ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર લોકોને ખુબ પસંદ આવ્યા હતા. જ્યારે મંટોની સ્ટોરી રિલીઝ થઈ તો તેનો થોડો એવો પણ જાદુ ના ચાલી શક્યો પરંતુ તેની સાથે-સાથે નવાઝૂદ્દીનનો પણ જાદૂ ચાલ્યો નહતો. બોક્સ ઑફિસ પર ‘મંટો’ની શરૂઆત નબળી રહી. 21 સ્પ્ટેબરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યાર સુધી 2.75 કરોડની જ કમાણી કરી શકી. આ ફિલ્મના રિવ્યૂની વાત કરવામાં આવે તો તે પણ અલગ-અલગ છે. કોઈને ફિલ્મમાં કઈ નવુ જોવા ના મળ્યુ તો કેટલાક લોકોને ફિલ્મ સારી લાગી.

મંટો ઉપરાંત શાહિદ કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નો પણ કંઈક આવી જ કફોડી હાલત છે. આ ફિલ્મે અત્યાર સુધી 29.33 કરોડ ની કમાણી કરી છે. આ શાહિદ કપૂર માટે એવુ જ છે જેવું વર્ષ 2013માં ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ સાથે થયુ હતું. શાહિદની તે ફિલ્મે પણ 37.85 કરોડ રૂપિયા જ કમાણી કરી હતી. હવે ભલે ‘બત્તી ગુલ’ 29.33 કરોડ સુધી પહોંચી ગઈ છે. પરંતુ આમા સેલિબ્રેશન મનાવવા જેવુ કઈ નથી કારણ કે કોઈપણ ફિલ્મ ઓછામાં ઓછી 50 કરોડની કમાણીની આશા રાખતી જ હોય છે.

(Visited 71 times, 1 visits today)